CSK vs GT: વરસાદના કારણે આજે પણ નહીં રમાય IPL 2023ની ફાઈનલ? સામે આવ્યું મોટું અપડેટ

CSK vs GT IPL 2023 Final: 28મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ રમાઈ શકી નહીં. હવે રિઝર્વ ડે એટલે કે આજે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ખિતાબી મુકાબલો રમાશે.

CSK vs GT: વરસાદના કારણે આજે પણ નહીં રમાય IPL 2023ની ફાઈનલ? સામે આવ્યું મોટું અપડેટ

CSK vs GT IPL 2023 Final: 28મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ રમાઈ શકી નહીં. હવે રિઝર્વ ડે એટલે કે આજે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ખિતાબી મુકાબલો રમાશે. જો કે રિઝર્વ ડે ઉપર પણ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આ મેચ જો વરસાદના કારણે રદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જીતશે તે અંગે બહુ ઓછા લોકો જાણે છે. 

વરસાદ આજે પણ નાખશે વિધ્ન?
રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે રિઝર્વ ડે પર વરસાદ કાલ જેવો પડશે તેવી આશંકા નથી. સોમવારે અમદાવાદમાં તડકો રહેશે પરંતુ સાંજે વાદળો જોવા મળી શકે છે. મેચના સમયે લગભગ 10 ટકા ચાન્સ છે કે વરસાદ પડે. ભેજપ 45-50 ટકા વચ્ચે રહી શકે છે. 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

આજે મેચ ન રમાઈ તો શું?
જો આજે પણ આ મેચ ન રમાઈ તો ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર નંબર વન પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આઈપીએલ 2023ના લીગ રાઉન્ડમાં 10 મેચ જીતીને ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલ પર 20 અંક સાથે ટોપ પર રહી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોતાની 14 મેચમાં 8 મેચ જીતીને 17 અંક મેળવ્યા અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આવામાં ફાઈનલ વરસાદના કારણે રદ થાય તો ગુજરાત ટાઈટન્સની ટીમ સતત બીજીવાર ચેમ્પિયન બનશે. 

બંને ટીમોની સ્ક્વોડ
ગુજરાત ટાઈટન્સ સ્કવોડ: ઋદ્ધિમાન સાહા (વિકટકિપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટિલ, શ્રીકર ભારત, શિવમ માવી, ઓડિયન સ્મિથ, આર સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, જયંત યાદવ, દાસુકા શનાકા, અભિનવ મનોહર, અલ્ઝારી જોસેફ, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, યશ દયાલ

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબતિ રાયડુ, એમએસ ધોની(કેપ્ટન વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, મથીશા પથિરાના, મિચેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા, અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હેંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news