IPL: હવે પિંક જર્સીમાં જોવા મળશે રાજસ્થાન રોયલ્સ, વોર્ન બન્યો બ્રાન્ડ એમ્બેસેડર
રાજસ્થાન રોયલ્સની ટીમ આ વર્ષે આઈપીએલમાં નવા રંગમાં જોવા મળશે. ટીમ આ વર્ષે ગુલાબી જર્સીમાં જોવા મળશે. આ પહેલા ટીમની જર્સીનો કલર બ્લૂ હતો.
Trending Photos
મુંબઈઃ આઈપીએલની પૂર્વ ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં નવા રંગમાં જોવા મળશે. ગત સીઝનમાં પ્રશંસકોની મળેલી શાનદાર પ્રતિક્રિયા બાદ ટીમ ફ્રેન્ચાઇઝી પોતાની ઓળખને પિંક એટલે કે ગુલાબી કલર આપી દીધો છે, જેનો રાજસ્થાન સાથે ગાઢ સંબંધ છે. રાજસ્થાનની ટીમ આ ગુલાબી (પિંક) જર્સીમાં જોવા મળશે આ ફેરફારની પાછળ એક કારણ જયપુરનું ગુલાબી શહેર (પિંક સિટી)ના નામથી પ્રખ્યાત હોવું પણ છે. ટીમની જર્સી આ પહેલા બ્લૂ કલરની હતી.
ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું, જયપુરને ગુલાબી નગરીના રૂપમાં ઓખળવામાં આવે છે, જોધપુર ગુલાબી બલુઆ પથ્થર માટે પ્રસિદ્ધ છે અને ઉદયપુર ગુલાબી સંગમરમરનું ઉત્પાદન કરે છે. આ રીતે ટીમને ગુલાબી રંગ પસંદ છે. તેનાથી પ્રશંસક પણ જોડાયેલા છે તેવો અનુભવ કરશે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે રાજસ્થાન રોયલ્સે શેન વોર્નને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી.
.@ShaneWarne talks about the new season, the new challenges and the significance of Pink 💗 pic.twitter.com/ThFWXDQKuR
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2019
વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે 2008માં આઈપીએલની પ્રથમ સીઝનનું ટાઇટલ જીત્યું હતું. તે ગત સીઝનમાં ટીમનો મેન્ટર હતો. આ અવસરે પૂર્વ ક્રિકેટરે કહ્યું, હું રોયલ્સની સાથે પરત આવીને ખૂબ ખુશ છું અને ટીમ તથા પ્રશંસકોના સતત સમર્થન માટે આભારી છું. અમારા માટે તે જરૂરી છે કે સ્થાપિત મૂલ્યોને જાળવી રાખવાની સાથે એક નવી અને આધુનિક ઓળખ વિકસિત કરીએ. મને ટીમનો નવો લુક પસંદ આવ્યો અને આશા છે કે, અમારા સમર્થકો પણ પસંદ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે