IPL Winners: 17 વર્ષમાં ફક્ત 7 ટીમોએ જીતી IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સની પુરી લિસ્ટ

IPL 2024, KKR vs SRH: IPL ના 17 સીઝનમાં ફક્ત 7 ફક્ત ટીમોએ જ ચેમ્પિયન બનવાનો સ્વાદ ચાખ્યો છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ ફાઇનલમં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) ને 57 બોલ બાકી રહેતા 8 રન વિકેટથી માત આપીને ત્રીજીવાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે. 

IPL Winners: 17 વર્ષમાં ફક્ત 7 ટીમોએ જીતી IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સની પુરી લિસ્ટ

IPL 2024 Winners List: ભારતીય ફેન્સને લાંબા સમય બાદ  IPL 2024 નો વિજેતા મળી ગયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે ત્રીજીવાર IPL ચેમ્પિયન બનવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ ફાઇનલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) ને 57 બોલ બાકી રહેતા 8 રન વિકેટથી માત આપીને ત્રીજીવાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે. KKR એ બતાવ્યું કે કેમ તેમની ટીમ IPL ઇતિહાસની ખતરનાક ટીમોમાંથી એક છે. IPL ની 17 સીઝનોમાં ફક્ત 7 ટીમોએ જ ચેમ્પિયન બનવાનો સ્વાદ ચાખ્યો છે. 

17 વર્ષમાં ફક્ત આ 7 ટીમોએ જીતી IPL ટ્રોફી
મુંબઇ ઇન્ડીયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020 ના આઇપીએલ ખિતાબને પોતાના નામે કર્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સે વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023 ના આઇપીએલ ખિતાબને પોતાના નામે કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા 5-5 IPL ટ્રોફીઓ સાથે  IPL ના સફળ કેપ્ટન છે. કલકત્તા નાઇટ રાઇડર્સ  (KKR) એ 3 (2012, 2014 અને 2024) ખિતાબ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત ટાઇટન્સે 1 આઇપીએલ ખિતાબ 2022 પોતાના નામે કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) - IPL 2016, ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ (DC) - IPL 2009 અને રાજસ્થાન રોયલ્સ - IPL 2008 માં ચેમ્પિયન બની હતી.

2008-2024 : ચેમ્પિયનની યાદી
2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈને 3 વિકેટે હરાવ્યું)
2009: ડેક્કન ચાર્જર્સ (બેંગલુરુને 6 રનથી હરાવ્યું)
2010: ચેન્નાઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રનથી હરાવ્યું)

2011: ચેન્નાઈ સુપર કિંગ્સ (બેંગલુરુને 58 રનથી હરાવ્યું)
2012: કોલકાતા નાઈટ રાઈડર્સ (ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું)
2013: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 23 રનથી હરાવ્યું)

2014: કોલકાતા નાઈટ રાઈડર્સ (પંજાબને 3 વિકેટે હરાવ્યું)
2015: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 41 રનથી હરાવ્યું)
2016: સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરુને 8 રનથી હરાવ્યું)

2017: મુંબઈ ઈન્ડિયન્સ (રાઈઝિંગ પુણે સુપરજાયન્ટને 1 રનથી હરાવ્યું)
2018: ચેન્નઈ સુપર કિંગ્સ (સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું)
2019: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને 1 રનથી હરાવ્યું)

2020: મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું)
2021: ચેન્નાઈ સુપર કિંગ્સ (કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું)
2022: ગુજરાત ટાઇટન્સ (રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું)

2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું (DLS પદ્ધતિ))
2024: કોલકાતા નાઈટ રાઈડર્સ (સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું)

કલકત્તાએ જીત્યો ત્રીજો આઇપીએલ ખિતાબ
આંદ્રે રસલ (19 રન પર ત્રણ વિકેટ) ના નેતૃત્વમાં બોલરોના દમદાર પ્રદર્શન અને વેંકટેશ ઐય્યર (અણનમ 52) ના શાનદાર અર્ધશતકથી કલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદ્વાબાદને આઇપીએલ ફાઇનલમાં રવિવારે આઠ વિકેટથી પછાડીને 57 બોલ બાકી રહેતા ત્રીજીવાર આઇપીએલ ખિતાબ જીતી લીધો. કલકત્તાએ હૈદ્રાબાદને 18.3 ઓવરમાં 113 રન પર સમેટાયા બાદ 10.3 ઓવરમાં બે વિકેટ પર 114 રન બનાવીને એકતરફી જીત પ્રાપ્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news