Tokyo Olympics: એલેન થોમસનને 100 મી. ઇવેન્ટમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ, બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ

મહિલાઓની 100 મીટર દોડમાં જમૈકાની એથ્લીટે રેકોર્ડ બનાવી દીધો છે. આ ઇવેન્ટની સૌથી મહત્વની વાત રહી કે ત્રણેય મેડલ જમૈકન એથ્લીટોના નામે રહ્યાં છે. 
 

Tokyo Olympics: એલેન થોમસનને 100 મી. ઇવેન્ટમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહાસ, બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ

ટોક્યોઃ જમૈકાની એલેન થોમસને (Elaine thompson) મહિલાઓની 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. તેણે 10.61 સેકેન્ડમાં રેસ પૂરી કરી, જે ઓલિમ્પિક રેકોર્ડ પણ છે. રસપ્રદ વાત તે રહી કે આ ઇવેન્ટના ત્રણેય મેડલ જમૈકન એથ્લીટના નામે રહ્યાં છે. 

જમૈકાની એન ફેસર પ્રાઇસે 10.74 સેકેન્ડની સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે, જ્યારે શેરિકા જૈક્સને 10.76 સેકેન્ડની સાથે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. 

and let them know you just smashed an #Olympics Record that has stood for 3⃣3⃣ years! #Tokyo2020

— #Tokyo2020 (@Tokyo2020) July 31, 2021

એટલું જ નહીં થોમસન હાલ ધરતીની સૌથી ઝડપી દોડવીર બની ગઈ છે. પરંતુ ઓલ ટાઇમ રેકોર્ડ અમેરિકાની ફ્લોરેન્સ ગ્રિફિથ જોયનરના નામે છે. તેણે 16 જુલાઈ 1988ના યૂએસ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં માત્ર 10.49 સેકેન્ડમાં રેસ પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ આજે પણ યથાવત છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news