આજે 1 ઓગસ્ટથી તમારા જીવનમા આવશે મોટા બદલાવ, ATM-EMI અને પગારના નિમયો બદલાયા 

મોંઘવારી રોજ નવી કમરતોડ ભાવવધારો કરી રહી છે. આગામી મહિનો એટલે કે આવતીકાલથી બદલાઈ રહેલો ઓગસ્ટ મહિનો તમારા માટે મોંઘવારીનો માર લઈને આવી રહ્યો છે. જેની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. જેમ કે ATM માંથી કેશ કાઢવુ મોંઘુ થઈ જશે. રિઝર્વ બેંકની પોલિસી પણ આ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આવશે. LPG ના કિંમતોમાં બદલાવ આવી શકે છે. આવો જાણીએ આ નિયમો માટે... 

આજે 1 ઓગસ્ટથી તમારા જીવનમા આવશે મોટા બદલાવ, ATM-EMI અને પગારના નિમયો બદલાયા 

ઝી મીડિયા/બ્યૂરો :મોંઘવારી રોજ નવી કમરતોડ ભાવવધારો કરી રહી છે. આગામી મહિનો એટલે કે આવતીકાલથી બદલાઈ રહેલો ઓગસ્ટ મહિનો તમારા માટે મોંઘવારીનો માર લઈને આવી રહ્યો છે. જેની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. જેમ કે ATM માંથી કેશ કાઢવુ મોંઘુ થઈ જશે. રિઝર્વ બેંકની પોલિસી પણ આ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આવશે. LPG ના કિંમતોમાં બદલાવ આવી શકે છે. આવો જાણીએ આ નિયમો માટે... 

1 ઓગસ્ટથી ATM ની લેણદેણ મોંઘી થશે
ભારતીય રિઝર્વ બેંકના આદેશ બાદ 1 ઓગસ્ટથી બેંક ATM પર ઈન્ટરચેન્જ ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરાશે. જૂનમાં રિઝર્વ બેંકે ઈન્ટરચેન્જ ચાર્જ દરેક આર્થિક લેણદેણ માટે 15 રૂપિયા વધારીને 17 રૂપિયા અને બિનઆર્થિક લેણદેણ મટાે 5 થી વધારીને 6 રૂપિયા કરવાની પરમિશન આપી હતી. ઈન્ટરચેન્જ ફી બેંક તરફથી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના પેમેન્ટ પ્રોસેસ કરનારા મર્ચન્ટ પાસેથી લેવુ શુલ્ક છે. નવા નિયમો અનુસાર, ગ્રાહક પોતાના બેંકના એટીએમથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ગ્રાહક બીજા બેંકના એટીએમનો ઉપયોગ કરીને મેટ્રો સિટીમાં ત્રણ અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. 

આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો
 
ICICI બેંક સર્વિસ મોંઘી બનશે
દેશના સૌથી મોટી ખાનગી બેંક ICICI માં એટીએમ ટ્રાન્ઝેક્શન અને ચેકબૂકને લઈને નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે 1 ઓગસ્ટથી લાગુ થશે. રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ માટે ICICI Bank દર મહિને 4 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા આપવાના રહેશે. વેલ્યુ લિમિટમાં હોમ બ્રાન્ચ અને નોમ હોમ બ્રાન્ચ બંને ટ્રાન્ઝેક્શન સામેલ છે. ICICI બેંકની એક વર્ષમાં 25 પાનાઓની ચેકબુક માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પંરતુ તેના બાદ 10 લીફની ચેકબૂક માટે 20 રૂપિયા ચાર્જ આપવાના રહેશે. 

સેલેરી, પેન્શન, EMI સાથે જોડાયેલ નિયમ
RBI એ National Automated Clearing House (NACH) ના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવ અંતર્ગત હવે તમારે સેલેરી કે પેન્શન માટે શનિવારે અને રવિવારે એટલે કે વિકેન્ડની રાહ જોવી નહિ પડે. આ સેવાઓ તમને સમગ્ર સપ્તાહ દરમિયાન મળશે. આ નવો નિયમ 1 ઓગસ્ટ, 2021 થી લાગુ પડશે. RBI દ્વારા જાહેરાત કરાઈ હતી કે, આ સેવાઓ ચોવીસ કલાક કાર્યરત રહેશે. 

આ પણ વાંચો : મની પ્લાન્ટમાં નાંખો દૂધના ચાર-પાંચ ટીપા, પછી ઘરમાં જુઓ ચમત્કાર
 
LPG સિલેન્ડરના ભાવ વધશે
આવતીકાલે 1 ઓગસ્ટથી LPG સિલેન્ડરના ભાવમાં બદલાવ આવશે. દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ રસોઈ ગેસ અને કમર્શિયલ સિલેન્ડરની નવી કિંમતો નક્કી કરવામાં આવે છે. 1 જુલાઈના રોજ LPG સિલેન્ડરની કિંમતોમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવો ભાવ જલ્દી જ ખબર પડશે.  

કારની કિંમત વધશે
હોન્ડા કાર્સ ઈન્ડિયા એકવાર ફરીથી પોતાની કારની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. જાપાનની આ દિગ્ગજ કંપની ઓગસ્ટ મહિનાથી પોતાની ગાડીઓને મોંઘી કરશે. જોકે, આ કિંમતોમાં કેટલો વધારો થશે તેની માહિતી હજી આપવામાં આવી નથી. કિંમત અલગ અલગ મોડલ અને વેરિયેન્ટ્સના હિસાબે નક્કી કરવામાં આવશે. PTI ના જણાવ્યા અનુસાર, ગાડીઓ બનાવવામાં આવતા ખર્ચમાં વધારો થવાને કારણે હોન્ડા કાર્સની કિંમતો વધી રહી છે. 

ફોર્મ 15CA/15CB ની ડેડલાઈન ખત્મ થશે
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ પેયર્સને રાહત આપતા ફોર્મ 15CA/15CB ને મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરવાની ડેડલાઈનને વધારી દીધી છે. જેની ડેડલાઈન 15 ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છએ. આ પહેલા આ ડેડલાઈન 30 જૂન, 2021 કરવામાં આવી હતી. બાદમાં તેને 15 જુલાઈ સુધી વધારી દેવામાં આવી હતી. ટેક્સપેયર્સને આ બંને ફોર્મને મેન્યુઅલ ફોર્મેટમાં ઓથોરાઈઝ્ડ ડીલર્સની પાસે 15 ઓગસ્ટ, 2021 સુધી જમા કરવાનું રહેશે. 

RBI ની નવી ક્રેડિટ પોલિસી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓગસ્ટમાં પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરશે. મોનિટરી પોલિસી કમિટી વ્યાજ દરોમાં બદલાવ લાવવાનો નિર્ણય કરશે. MPC ની આ બેઠક 4-6 ઓગસ્ટની વચ્ચે યોજાશે. 6 ઓગ્સટના રોજ પોલિસીની જાહેરાત થશે. MPC ની બેઠક વર્ષમાં 6 વાર થાય છે. ગત વર્ષે જૂનમાં યોજાઈ હતી. જેમાં વ્યાજ દરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news