ઈજાગ્રસ્ત બુમરાહ વનડે શ્રેણીમાંથી બહાર, શાર્દુલ ઠાકુર લેશે તેનું સ્થાન
ટીમ ઈન્ડિયાનો ડેથ ઓવરનો નિષ્ણાંત અંગૂઠાની ઈજાને કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મુંબઈનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર 12 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચોની શ્રેણી માટે ભારતીય વનડે ટીમમાં ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે.
બુમરાહને આયર્લેન્ડ વિરુદ્ધ ડબ્લિનમાં પ્રથમ ટી20 મેચ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. તે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટી-20 શ્રેણીમાંથી પણ બહાર છે.
ભારત પરત ફર્યા પહેલા તેનું લીડ્સમાં ઓપરેશન કરાવવામાં આવ્યું, જે સફળ રહ્યું. હવે તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રિહૈબિલિટેશન શરૂ કરશે.
બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ એક જાહેરાતમાં કહ્યું, સીનિયર પસંદગી સમિતિએ જસપ્રીત બુમરાહના સ્થાને શાર્દુલ ઠાકુરને વનડે ટીમમાં સામેલ કર્યો છે.
પ્રથમ મેચ 12 જુલાઈથી નોટિંઘમમાં, બીજી 14 જુલાઈએ લંડનમાં અને ત્રીજી 17 જુલાઈએ લીડ્સમાં રમાશે.
બુમરાહ ટેસ્ટ શ્રેણીમાં રમશે તેના પર પણ શંકા છે. પ્રથમ ટેસ્ટ એક ઓગસ્ટથી બર્મિંઘમમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે