લોર્ડ્સમાં જો રૂટે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ માટે 34મી સદી ફટકારી પોતાના નામે કર્યાં આ 5 રેકોર્ડ

જો રૂટ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે શ્રીલંકા સામે બીજા ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારી છે. રૂટે એલિસ્ટર કુક (33 સદી) ને પાછળ છોડતા 34મી સદી ફટકારી છે. પોતાની આ ઈનિંગ દરમિયાન રૂટે ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. 

લોર્ડ્સમાં જો રૂટે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ માટે 34મી સદી ફટકારી પોતાના નામે કર્યાં આ 5 રેકોર્ડ

લંડનઃ ઈંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે શનિવારે શ્રીલંકા સામે ટેસ્ટ કરિયરની 34મી સદી ફટકારી હતી. આ સાથે તે ઈંગ્લેન્ડ તરફતી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. રૂટે ઈંગ્લેન્ડના મહાન એલિસ્ટર કુકનો રેકોર્ડ તોડ્યો છે. કુકે ઈંગ્લેન્ડ માટે 33 સદી ફટકારી હતી. જે રૂટની આ સદીની મદદથી ઈંગ્લેન્ડે શ્રીલંકા સામે જીત માટે 483 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો છે. રૂટે લોર્ડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારી છે. અહીં અમે તમને તેના રેકોર્ડ્સ વિશે જણાવીએ, જે તેણે 34મી ટેસ્ટ સદી દરમિયાન બનાવ્યા છે.

લોર્ડ્સની બંને ઈનિંગમાં સદી ફટકારનાર બેટર
જો રૂટ લોર્ડ્સમાં રમાયેલી એક મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર ચોથો બેટર બની ગયો છે. તેની પહેલા જોર્જ હેડલીએ 1939માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 106, 107 રન બનાવ્યા હતા. બીજા નંબર પર ગ્રેહામ ગૂચ છે, તેમણે ભારત વિરુદ્ધ 1990માં 333 અને 123 રન બનાવ્યા હતા. માઇકલ વોને 2004માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 103 અને અણનમ 101 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર રૂટ છે, જેણે 143 અને 103 રન બનાવ્યા છે.

શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ સદી
શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને નવ સદી ફટકારી છે. બીજા સ્થાને યુનિસ ખાન છે, તેણે 8 સદી ફટકારી છે. અઝહર અલી અને જો રૂટે શ્રીલંકા સામે ટેસ્ટમાં 6-6 સદી ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 100 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 80 અને પોન્ટિંગે 71 સદી ફટકારી છે. જો રૂટે ટેસ્ટમાં 34મી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી પૂરી કરી છે. તે 50 કે તેનાથી વધુ સદી ફટકારનાર નવમો બેટર બની ગયો છે. 

લોર્ડ્સમાં સૌથી વધુ સદી
જો રૂટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટર બની ગયો છે. રૂટે શનિવારે લોર્ડ્સમાં પોતાની સાતમી ટેસ્ટ સદી ફટકારી હતી. ગ્રેહામ ગૂચ અને માઇકલ વોને લોર્ડ્સમાં 6-6 સદી ફટકારી હતી. રૂટે આ મેચમાં બે સદી ફટકારી છે. 

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી
સ્ટાર બેટર જો રૂટ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. જો રૂટે શનિવારે 34મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે એલિસ્ટર કુકને પાછળ છોડ્યો છે, જેણે 33 સદી ફટકારી હતી. કેવિન પીટરસન 23 સદી સાથે ત્રીજા સ્થાને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news