BAN vs NZ 1st Test: ટેસ્ટ ક્રિકેટમાં મોટો ધડાકો, વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ જોખમમાં; આ દિગ્ગજ તોડશે!
Virat Kohli: વિશ્વકપ 2023 બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ઘણા સીનિયર ક્રિકેટર રેસ્ટ પર છે. આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં એક બેટરે ધમાકો કરતા વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kane Williamson Test Centuries: વર્લ્ડ કપ 2023 બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટર રેસ્ટ પર છે. આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં એક બેટરે ધમાકો કરતા વિરાટ કોહલી કોહલીનો રેકોર્ડ તોડવા નજીક પહોંચી ગયો છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો સિલહટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસને પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી છે. આ સાથે વિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાં સદીનો રેકોર્ડ ખતરામાં આવી ગયો છે.
તૂટી જશે કોહલીનો આ મોટો રેકોર્ડ!
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં 29 સદી છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટર છે. સચિન તેંડુલકર (100) બાદ કોહલીના નામે 80 સદી છે. હવે કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં સદીની વિલિયમસને બરોબરી કરી લીધી છે. વિલિયમસને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં સદીની સાથે પોતાના ટેસ્ટ કરિયરમાં 29 પૂરી કરી લીધી. તે હવે એક સદી ફટકારતા કોહલીની આગળ નિકળી જશે.
વિલિયમસને ફટકાર્યા 104 રન
સિલહટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી સિરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસને શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 205 બોલનો સામનો કરતા 104 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે 8 વિકેટ ગુમાવી 266 રન બનાવ્યા છે. વિલિયમસન સિવાય ડેરિલ મિચેલ (41) અને ગ્લેન ફિલિપ્સ (42) એ વિલિયમસનનો સાથ આપ્યો હતો. દિવસના અંતે કાઇલ જેમિસન (7) અને ટિમ સાઉદી (1) રન બનાવી ક્રીઝ પર હતા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગના આધારે 44 રન પાછળ છે.
બાંગ્લાદેશે બનાવ્યા 310 રન
બાંગ્લાદેશના બેટરોએ ટોસ જીત્યા બાદ પ્રથમ ઈનિંગમાં 310 રન બનાવ્યા હતા. ઓપનર મહમૂદુલ હસન રોયે ટીમ માટે સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેના બેટથી 11 ચોગ્ગા નિકળ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટર અડધી સદી ફટકારી શક્યા નહીં. શાન્તો અને મોમિનુલના બેટથી 37-37 રન નિકળ્યા હતા. તો નુરૂલ હસને 29 રન બનાવ્યા હતા. શદાદત હોસૈન અને મહેદી હસને 24 અને 20 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે