ટેસ્ટ રેંકિંગમાં એકવાર ફરીથી ટોપના બેટ્સમેન વિરાટ: રેટિંગ પોઇન્ટ્સ વધ્યા

ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં 97 અને 103 રનનો દાવ રમ્યા બાદ કોહલીની રેંકિંગમાં સુધારો આવ્યો અને સ્ટીવ સ્મિથ પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો

ટેસ્ટ રેંકિંગમાં એકવાર ફરીથી ટોપના બેટ્સમેન વિરાટ: રેટિંગ પોઇન્ટ્સ વધ્યા

નવી દિલ્હી : ઇંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ મેચમાં જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીને હવે વધારે એક ખુશી પ્રાપ્ત થઇ છે. કેપ્ટન વિરાટ વનડે બાદ ટેસ્ટ રેન્કિંગમાં પણ વિશ્વનાં ટોપ બેટ્સમેન બની ગયો છે. ટ્રેટ બ્રિજ ટેસ્ટમાં 97 અને 103 રનોની રમત રમ્યા બાદ કોહલીની રેન્કિંગમાં આ સુધારો થયો છે. અત્યાર સુધી તે બીજા નંબર પર હતો. જ્યારે દક્ષિણ આફ્રિકી કેપ્ટન સ્ટીવ સ્મિથ પહેલા સ્થાન પર હતો. આ સાથે જ તેમણે પોઇન્ટ્સ મુદ્દે પોતાનાં જ જુના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. 

લોડ્ર્સ ટેસ્ટમાં 23 અને 17 રનના દાવ રમ્યા બાદ તે રેંકિંગમાં હાલ પાછળ હટી ગયા હતા, જો કે તેણે રેટિંગ પોઇન્ટ્સમાં તો સુધાર કર્યો જ છે પરંતુ તે ફરીથી તેમાં સુધારો કરીને નંબર વન પર આવી ગયા છે. હવે આ રેટિંગ પોઇન્ટ્સમાં ઓલ ટાઇમ હાઇ પર પહોંચવાથી એક જ પોઇન્ટ દુરી પર છે. અત્યાર સુધી ડ્રોન બ્રેડમેનને 961 પોઇન્ટ્સ, સ્ટીવ સ્મિથને 947 પોઇન્ટ, લેન હટન 945 પોઇન્ટ, જૈક હોબ્સ અને રિકી પોઇન્ટીંગ 942 પોઇન્ટ્સ, પીટરમાં 941 પોઇન્ટ્સ અને ગૈરી સોબર્સ, ક્લાઇડ વાલકોટ, વિવિયન રિચર્ડ્સ અને કુમાર સાંગાકારા 938 પોઇન્ટ પ્રાપ્ત કરી ચુક્યા છે. 

ટ્રેટ બ્રિજ ટેસ્ટમાં ભારતીય ટીમ ઇન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીની રેકિંગમાં આ સુધારો થયો છે. તે ઉપરાંત પણ ભારતીય ટીમે ઘણા રેકોર્ડ પોતાને નામે નોંધાવ્યા છે. 203 રનની આ જીત 86 વર્ષમાં ઇંગ્લેન્ડની ધરતી પર મળી 7મી ટેસ્ટ જીતી છે. તે ઉપરાંત રનોની દ્રષ્ટીએ આ બીજી સૌથી મોટી જીત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news