ઇંગ્લિશ મેને કહ્યું, વિરાટ શ્રેષ્ઠ બેટ્સમેન પરંતુ આ બાબતે વિશ્વમાં સૌથી ઉતરતો

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ ઓવલમાં રમાઇ રહી છે. રંવિદ્ર જાડેજાના અર્ધશતકીય ઇંનિગથી ભારત વાપસી કરવામાં સફળ રહ્યું હતું, પરંતુ એલિસ્ટર કુકે તેની છેલ્લી ઇંનિગમાં તાકાત બતાવી ઇંગ્લેન્ડે રવિવારે મેચના ત્રીજા દિવસે પોતાનું પલડું ભારે રાખ્યું હતું. પહેલી ઇંનિગમાં ઇંગ્લેન્ડથી 40 રન પાછળ ભારત ઝડપી વિકેટ ના લઇ શકવાના કારણે નીરાશ થશે, જોકે કીટન જેનિંગ્સ અને એલિએસ્ટર કુકની ધીમી શરૂઆત કરી હતી. ભારતે ઇંનિગ શરૂઆતની 12 ઓવરમાં પોતાના બે રિવ્યૂ ગુમાવી ચુક્યા છે.
ઇંગ્લિશ મેને કહ્યું, વિરાટ શ્રેષ્ઠ બેટ્સમેન પરંતુ આ બાબતે વિશ્વમાં સૌથી ઉતરતો

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ ઓવલમાં રમાઇ રહી છે. રંવિદ્ર જાડેજાના અર્ધશતકીય ઇંનિગથી ભારત વાપસી કરવામાં સફળ રહ્યું હતું, પરંતુ એલિસ્ટર કુકે તેની છેલ્લી ઇંનિગમાં તાકાત બતાવી ઇંગ્લેન્ડે રવિવારે મેચના ત્રીજા દિવસે પોતાનું પલડું ભારે રાખ્યું હતું. પહેલી ઇંનિગમાં ઇંગ્લેન્ડથી 40 રન પાછળ ભારત ઝડપી વિકેટ ના લઇ શકવાના કારણે નીરાશ થશે, જોકે કીટન જેનિંગ્સ અને એલિએસ્ટર કુકની ધીમી શરૂઆત કરી હતી. ભારતે ઇંનિગ શરૂઆતની 12 ઓવરમાં પોતાના બે રિવ્યૂ ગુમાવી ચુક્યા છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્તાન માઇકલ વોને વિરાટ કોહલીને બંને રિવ્યૂ ખોટા પડવા પર એક ટ્વિટ કર્યું હતું. વોને કહ્યું હતું કે, વિરાટ કોહલી દુનિયાનો સૌથી ખરાબ રિવ્યૂર છે. ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહની શરૂઆતી સ્પેલ પછી વિરાટે બોલીંગ માટે મોહમ્મદ શમી અને રવિંદ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા.

મોહમ્મદ શમીએ કુકને મોટા ભાગના બોલ એવા ફેંક્યા, જેમાં સરળતાથી બોલ છોડી પોતાની વિકેટ બચાવતો રહ્યો હતો. બીજી તરફ જાડેજા વારંવાર બંને બેટ્સમેનોને હેરાન કરી રહ્યો હતો. તેના બોલ વારંવાર પેડ પર વાગી રહ્યા હતા. રવિંદ્ર જાડેજાએ વિરાટ કોહલીને રિવ્યૂ માટે તૈયાર કર્યો, પરંતુ બંને રિવ્યૂ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સૌથી પહેલા જેનિંગ્સને જાડેજાએ એક બોલને સ્વીપ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બોલ તેના પેડ પર જઇને અડ્યો હતો. જાડેજાને લાગ્યું કે તે પ્લંબ છે જેનાં કારણે તેણે જોરદારની અપીલ કરી હતી. વિકેટ કીપર ઋષભ પંતે પણ તેને રિવ્યૂ લાવાથી રોક્યો ન હતો. રિવ્યૂમાં બોલને ઇંપેક્ચ ઓફ સ્ટંપની બહાર જોવા મળી અને રિવ્યૂ બેકાર ગયો હતો. રિવ્યૂ માટે ટીમ ઇન્ડિયાની આ નબળો નિર્ણય હતો.

ત્યારબાદ બીજી જ ઓવરમાં જાડેજાની બોલ ટર્ન થઇ હતી અને કુક બેકફૂટ પર જઇ બોલ તેના પેડને અડ્યો હતો. કોહલીએ આ વખતે પણ રિવ્યૂ લીધો હતો. બોલ આફ સ્ટંપ્સની બહારથી નીકળ્યો હતો. કુકને નોટ આઉટ આપવામાં આવ્યો હતો. ભારતે બે ઓવરમાં જ તેમના બે રિવ્યૂ ગુમાવ્યા હતા. ત્યારબાદ માઇકલ વોને ટ્વિટ કરી-‘વિરાટ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે... પરંતુ ફેક્ટ આ છે કે તે દુનિયાનો સૌથી ખરાબ રિવ્યૂઅર છે.’

— Michael Vaughan (@MichaelVaughan) September 9, 2018

ફેન્સ માઇકલ વોને આ ટ્વિટથી નારાજ થઇ ગયો અને તેણે વિરાટ કોહલીની તુલનાએ જો રૂટને સૌથી ખરાબ રિવ્યૂઅર કહ્યો હતો.

— Sush 🏏 (@Indcricketfan) September 9, 2018

— Raveendra Nath (@RaveendraSays) September 9, 2018

— Dr Ameya Puranik (@docameya) September 9, 2018

— Rob Fuller (@fullerswagging) September 9, 2018

— Krunal Kapadiya (@krunalkapadiya6) September 9, 2018

ધોની રિવ્યૂ સિસ્ટના નામથી ઓળખા તો હતો DRS
મહેન્દ્ર સિંહ ધોનીના ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)નો ‘સુપરબોસ’ કહેવાતો હતો. ડીઆરએસને ધોની રિવ્યૂ સિસ્ટમના નામથી બોલવવામાં આવતી હતી. કદાચ જ ક્યારેક એવું બન્યુ હોય કે ધોનીના રિવ્યૂ ખોટા સાબીત થયા હોય. આમતો જ્યારે પણ ધોની રિવ્યૂ લેતો ત્યારે અમ્પાયરે તેમનો નિર્ણય બદલવો જ પડતો હતો. કેપ્તાન વિરાટ કોહલી ‘ધોની રિવ્યૂ સિસ્ટમ’ની ઉપયોગીતા જાણે છે અને દર મેચમાં તેનો ભરપૂર લાભ ઉઠાવે છે. વન-ડે અને ટી-20 મેચો દરમિયાન ઘણીવાર ડીઆરએસ લેવા માટે વિરાટને ધોની મદદ લેવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news