દક્ષિણ આફ્રિકાનો વધુ એક ઝટકો, મુખ્ય બોલર મોર્ને મોર્કલે કરી નિવૃતીની જાહેરાત

 દક્ષિણ આફ્રિકાનો વધુ એક ઝટકો, મુખ્ય બોલર મોર્ને મોર્કલે કરી નિવૃતીની જાહેરાત

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલે ઓસ્ટ્રેલિયા સામે આગામી મહિને યોજાનારી શ્રેણી બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે વ્યસ્ત કાર્યક્રમને કારણે તેના પારિવારિક જીવન પર અસર પડી છે. મોર્કલે કહ્યું કે આ નિર્ણય સરળ નથી.

મોર્કલે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની પ્રેસ રીલિઝમાં કહ્યું ''આ મોટો નિર્ણય હતો, પરંતુ મને લાગે છે કે નવો અધ્યાય શરૂ કરવાનો યોગ્ય સમય છે'તેણે કહ્યું '' મારો યુવા પરિવાર અને વિદેશી પત્ની છે. હાલના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમે તેના પર ઘણી અસર પાડી છે. મેં તેને પ્રાથમિકતા આવી છે આ નિર્ણયથી આગળ ચાલીને અમને ફાયદો થશે. 

— Cricket South Africa (@OfficialCSA) February 26, 2018

 

ભારત વિરુદ્ધ 2006માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર મોર્કલે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 83 મેચમાં 293 વિકેટ ઝડપી છે. તે આ રીતે દક્ષિણ આફ્રિકાનો પાંચમો સૌથી સફળ બોલર છે. મોર્કલે કહ્યું, હવે મને લાગતું નથી કે મારી અંદર હવે વધારે ક્રિકેટ છે, આગળ જે પણ થશે તેને લઈને ઉત્સાહિત છું. હાલમાં મારૂ સંપુર્ણ ધ્યાન દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી જીતાડવા પર લાગેલું છે. મોર્કલે આ સિવાય 117 વનડેમાં 188 વિકેટ અને 44 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news