IPL 2019: રોહિતની સેનાએ રોક્યો ધોનીની સેનાનો વિજય રથ, મુંબઈનો 37 રને જીત્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 15માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને  37 રને પરાજય આપ્યો છે. ચેન્નઈનો ચાર મેચમાં આ પ્રથમ પરાજય છે. 

IPL 2019: રોહિતની સેનાએ રોક્યો ધોનીની સેનાનો વિજય રથ, મુંબઈનો 37 રને જીત્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા 15માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 37 રને પરાજય આપીને આ સિઝનમાં પોતાનો બીજો વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો ચાર મેચોમાં આ પ્રથમ પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 133 રન બનાવી શક્યું હતું. મુંબઈ તરપથી હાર્દિક પંડ્યા અને લસિથ મલિંગાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તો ચેન્નઈ તરફથી કેદાર જાધવે અડધી સદી ફટકારી હતી. 

171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.  ચેન્નઈએ માત્ર 6 રનમાં પોતાના બંન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. જેસન બેહરેનડોર્ફે  પ્રથમ ઓવરમાં અંબાતી રાયડૂ (0)ને ડિ કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજી  ઓવરમાં મલિંગાએ વોટસન (5)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેન્નઈ આ  ઝટકામાંથી બહાર આવે તે પહેલા બેહનરડોર્ફે સુરેશ રૈના (16)ને આઉટ કરીને મુંબઈને  ત્રીજી સફળતા અપાવી હતી. પોલાર્ડે બાઉન્ડ્રી પર એક શાનદાર કેચ ઝડપીને રૈનાની  ઈનિંગનો અંત કર્યો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. 

ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી  કરીને ચેન્નઈને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ઈનિંગની 15મી  ઓવરમાં ચેન્નઈને બે ઝટકા આપ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની (12) અને જાડેજા (1) રન  બનાવી આઉટ થયા હતા. ધોનીએ 21 બોલનો સામનો કર્યો હતો. ચેન્નઈ તરફથી કેદાર  જાધવ (58)એ અડધી સદી ફટકારી હતી. તે ઈનિંગની 18મી ઓવરમાં મલિંગાનો શિકાર  બન્યો હતો. કેદારે 54 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. દીપક  ચહર (7) હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. 

મુંબઈ તરફથી લસિથ મલિંગાએ 34 રન આપીને 3 અને જેસન બેહરેનડોર્ફે 4 ઓવરમાં  22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

મુંબઈની ઈનિંગ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના બેટ્સમેનોના સારા પ્રદર્શનના દમ પર ચેન્નઈ સુપર કિંગ્સ  વિરુદ્ધ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. મુંબઈની શરૂઆત  ધીમી રહી હતી, પરંતુ અંતમાં તેના બેટ્સમેનોએ ઝડપથી રન ફટકારીને મજબૂત સ્કોર  બનાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 59 રન બનાવ્યા હતા.  ક્રુણાલ પંડ્યાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે પોતાની  ઈનિંગમાં 43 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા તથા એક સિક્સ ફટકારી હતી. ડ્વેન  બ્રાવો (8)ને મલિંગાએ ડિ કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

ક્રુણાલ પંડ્યાએ 32 બોલ પર પાંચ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 42 રનની ઈનિંગ  રમી હતી. આ બંન્ને સિવાય હાર્દિક પંડ્યાએ આઠ બોલની ઈનિંગમાં એક ચોગ્ગો અને ત્રણ  છગ્ગા ફટકારીને અણનમ 25 રન બનાવ્યા હતા. કીરોન પોલાર્ડે સાત બોલ પર બે  છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. અંતમાં હાર્દિક અને પોલાર્ડે 13 બોલમાં 45 રન  જોડ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સના બોલરોમાં દીપક ચહર, મોહિત શર્મા, ઈમરાન તાહિર,  રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોને એક-એક સફળતા મળી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો ડિ કોકના રૂપમાં લાગ્યો, જ્યારે ત્રીજી ઓવરમાં ચેન્નઈના  બોલર દીપક ચહરે તેને કેદાર જાધવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ડિ કોકે 4 રન  બનાવ્યા હતા. આઠમી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો.  રોહિતે 13 રન બનાવ્યા હતા, 

9મી ઓવરમાં તાહિરે યુવરાજ સિંહને અંબાતી રાયડૂના હાથે કેચઆઉટ કરાવીને મુંબઈને  ત્રીજો ઝટકો આપ્યો હતો. યુવીએ 4 રનનું યોગદાન આપ્યું હતું. 17મી ઓવરમાં મોહિત  શર્માએ ક્રુણાલ પંડ્યાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો અને મુંબઈની ચોથી  વિકેટ પડી હતી. ક્રુણાલ 42 રન બનાવીને આઉટ થયો હતો. 18મી ઓવરમાં બ્રાવોએ  સૂર્યકુમારને આઉટ કરાવીને મુંબઈને પાંચમો ઝટકો આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news