VIDEO: ભાલા ફેંક- નીરજ ચોપડાએ ફ્રેન્સ એથલેટિક્સ મીટરમાં જીત્યો ગોલ્ડ

નીરજ ચોપડાએ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટરનો થ્રો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. 

VIDEO: ભાલા ફેંક- નીરજ ચોપડાએ ફ્રેન્સ એથલેટિક્સ મીટરમાં જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ સોતેવિલે એથલેટિક્સ મીટ (ફ્રાન્સ)માં ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્પર્ધામાં ચોપડાના વિરોધીઓમાં 2012 લંડન ઓલંમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા કેશોર્ન વાલકોટ પણ સામેલ હતો. 

ચોપડાએ 85.17 મીટરની લંબાઈ સાથે સોનાના મેડલ પર કબજો કર્યો. માલદોવાના એંડ્રિયન મારડેયર 81.48 મીટરની સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો, જ્યારે લિથુઆનિયાના એડિસ માતુસેવિસિયસે 79.31 મીટરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. 

ત્રિનિદાદ એન્ડ ટોબૈગોના વાલકોટ 78.26 મીટરના પ્રયાસની સાથે પાંચમાં સ્થાન પર રહ્યો. પાનીપતના 20 વર્ષના ચોપડા 2016માં તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે 2016 વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટરના વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

— Dr.Ram Sarswat (@ramsarswat16) July 18, 2018

તેણે આ વર્ષે ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ખેલોમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પછી દોહા ડાયમંડ લીગમાં ચોથા સ્થાને રહેવા દરમિયાન 87.43 મીટરના પ્રયાસની સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. 

એએફઆઈ અધ્યક્ષ આદિલે સુમારિવાલાએ ચોપડાની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું, શાનદાર કામ કર્યું નીરજ... આમ જ આગળ વધતો રહે... નીરજ અને કોચ ઉવે હોન (ભાલા ફેંકમાં પૂર્વ વિશ્વ રેકોર્ડધારી)ને શુભેચ્છા. ભારતીય એથલેટિક્સ મહાસંઘની ભલામણો પર નીરજને કોચની સાથે ફિનલેન્ડ મોકલવા માટે રાજી થવા પર સાઇ અને ભારત સરકારને ધન્યવાદ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news