ટેસ્ટ ટીમમાંથી ભુવનેશ્વર બહાર, પ્રથમ ત્રણ મેચ માટે ઋૃષભ પંતનો સમાવેશ

ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ઋૃષભ પંતને સ્થાન મળ્યું છે. 

ટેસ્ટ ટીમમાંથી ભુવનેશ્વર બહાર, પ્રથમ ત્રણ મેચ માટે ઋૃષભ પંતનો સમાવેશ

મુંબઈઃ યુવા વિકેટકીપર બેટ્સમેન ઋૃષભ પંચને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંતનું નામ છે. બીજીતરફ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે ટીમની જાહેરાત કરી. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણીમાંથી બહાર થનાર ભારતીય બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તે ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ માટે હાજર રહેશે નહીં. 

ટેસ્ટ ટીમના નિયમિત વિકેટકીપર-બેટ્સમેન ઋૃદ્વિમાન સાહા પણ ઈજામાંથી બહાર આવ્યો નથી, તેથી તેને ટીમમાં સ્થાન ન મળ્યું. પંચ સિવાય દિનેશ કાર્તિકના રૂપમાં બે વિકેટકીપર પસંદ કર્યા છે. સાહાને ઈજા થયા બાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં કાર્તિકે ટેસ્ટ ટીમમાં આઠ વર્ષ બાદ વાપસી કરી હતી. 

ભુવનેશ્વર કુમારને ત્રીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી તેથી તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ફિટનેસ ટેસ્ટના આધાર પર તેની પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઈની સીનિયર પસંદગી સમિતિએ કરૂણ નાયરને ટીમમાં સ્થાન આપ્યું છે. રોહિત શર્મા વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 

— BCCI (@BCCI) July 18, 2018

બીસીસીઆઈએ એક નિવેદન જાહી કરીને કહ્યું, અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ લીડ્સમાં બેઠક કરીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરી. 

નિવેદનમાં ભુવનેશ્વર વિશે કહેવામાં આવ્યું છે, ભુવીને ત્રીજી વનડે દરમિયાન પીઠના નિચેના ભાગમાં મુશ્કેલી થઈ છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની તપાસ કરશે. ત્યારબાદ ટેસ્ટ ટીમમાં તેને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવશે. 

બુમરાહ વિશે બીસીસીઆઈએ જણાવ્યું કે, બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે બીજી ટેસ્ટ મેચથી ફિટનેસના આધાર પર ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. 

ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજાપા, અંજ્કિય રહાણે, કરૂણ નાયર, દિનેશ કાર્તિક, ઋૃષભ પંચ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news