રાયડૂના રમુજી ટ્વીટ પર કોઈ પગલા નહીં: બીસીસીઆઈ અધિકારી

અંબાતી રાયડૂએ ટ્વીટ કર્યું કે, તે થ્રીડી ચશ્માનો ઓર્ડર કરી રહ્યો છે. તેના પર બીસીસીઆઈએ કોઈ પગલા ભરવાનો ઈનકાર કર્યો છે. 

રાયડૂના રમુજી ટ્વીટ પર કોઈ પગલા નહીં: બીસીસીઆઈ અધિકારી

નવી દિલ્હીઃ અંબાતી રાયડૂએ વિશ્વ કપ ટીમમાં સ્થાન ન મળ્યા બાદ આ નિર્ણયના મજાક ઉડાવતા ટ્વીટ કર્યું હતું પરંતુ બીસીસીઆઈએ બુધવારે કહ્યું કે, આ બેટ્સમેન પર કોઈ દંડ ફટકારવાની યોજના નથી. 

આ હૈદરાબાદી ખેલાડીને મંગળવારે વિશ્વકપની 15 સભ્યોની ટીમમાં જગ્યા ન મળી અને ઓલરાઉન્ડર વિજય શંકરને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાયડૂએ ટ્વીટ કર્યું કે, 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટના મેચો જોવા માટે તેણે થ્રી ડી ચશ્માનો ઓર્ડર કરી દીધો છે. 

મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે શંકરની પંસદગીને યોગ્ય ગણાવતા તેની 'ત્રિપરિમાણીય ક્ષમતા'નો હવાલો આપ્યો હતો, તેના એક દિવસ બાદ 'ત્રિપરિમાણીય ક્ષમતા'નો ઉલ્લેખ આપ્યો. બીસીસીઆઈએ તેની નોંધ લીધી પરંતુ તેમાં પસંદગી નીતિની સીધી રીતે ટીકા કરવામાં આવી નથી તેથી સંચાલન સંસ્થા તેના પર કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. 

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું, રાયડૂએ જે કંઇપણ ટ્વીટ કર્યું છે, તેને ધ્યાને લેવામાં આવ્યું છે. પરંતુ આ સમયે ભાવનાઓ ઘણી વહી રહી હશે, તેને સ્વીકાર કરીએ છીએ. નિરાશા તો હશે અને આ ભાવનાઓને દેખાડવા માટે કોઈ માધ્યમ પણ જોઈએ પરંતુ તે સીમાથી બહાર ન હોવું જોઈએ. 

— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019

અધિકારીએ કહ્યું, તેને આ નિરાશાને સ્વીકાર કરવામાં થોડા સમયની જરૂર છે અને તેને સમજી શકાય છે. તેના માટે દંડની કોઈ જરૂર નથી. તે અમારા સ્ટેન્ડ બાયમાંથી એક છે. જો કોઈને ઈજા થાય તો તેને પૂરી તક છે. રાયડૂ ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ અસફળતાઓ બાદ વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવાથી ચુકી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news