IPL 2019: પતિ બિન્નીના બચાવમાં ફરી એકવાર 'બેટિંગ' કરવા ઉતરી મયંતી લેંગર

આઈપીએલમાં પંજાબ અને રાજસ્થાન વચ્ચે રમાયેલા મેચમાં સ્ટુઅર્ટ બિન્ની ફોર્મમાં પરત આવ્યા બાદ તેની પત્ની મયંતી લેંગરને ટ્રોલર્સોને જવાબ આપવાની તક મળી હતી. 
 

IPL 2019: પતિ બિન્નીના બચાવમાં ફરી એકવાર 'બેટિંગ' કરવા ઉતરી મયંતી લેંગર

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પંજાબના હાથે રાજસ્થાનના પરાજય બાદ તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. આ મેચમાં લાંબા સમય બાદ પોતાનું ફોર્મ શોધી રહેલા સ્ટુઅર્ટ બિન્નીની આક્રમક ઈનિંગ પણ ટીમની હાર બચાવવામાં સફળ રહી હતી. આ ઈનિંગ બાદ એકવાર ફરી ફેન્સનું ધ્યાન બિન્ની તરફ ગયું અને તે ટ્રોલ થયો. તેના પર મયંતી લેંગર પણ પોતાના પતિના બચાવમાં આવી અને ટ્રોલર્સને કરારો જવાબ આવ્યો હતો. 

બિન્નીની શાનદાર ઈનિંગ
આ મેચમાં પંજાબે 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવી શકી હતી. બિન્નીએ અંતમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 11 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને વિજય અપાવવામાં અસફળ રહ્યો હતો. લાંબા સમય બાદ બિન્નીના બેટથી આ પ્રકારની ઈનિંગ જોવા મળી હતી.

સિઝનની પ્રથમ ઈનિંગમાં બિન્નીએ કર્યો કમાલ
આ સિઝનમાં બિન્નીની પ્રથમ ઈનિંગ હતી. ગત સિઝનમાં તે સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બિન્નીની આ ઈનિંગ પર લોકોએ મીમ્સ પણ બનાવી દીધા હતા. એક ટ્રોલરે મયંતી પર કમેન્ટ કરી કે હવે તો લગભગ મયંતી પોતાનું ડીપી સોલોથી પોતાના પતિ સાથેની તસ્વીર શેર કરી દેશે. મયંતીઆ એ કોમેન્ટનો વળતો જવાબ આપ્યો હતો. 

પહેલા પણ ટ્રોલ કરતા હતા લોકો
ઉલ્લેખનીય છે કે મયંતીને પોતાના ડીપી પર પોતાની સોલો તસ્વીર મુકવા પર લોકો ટ્રોલ કરી ચુક્યા છે. ત્યારે તેને લોકોએ તેના પતિ ક્યાં છે જેવા સવાલો કર્યાં હતા. મયંતીએ બિન્નીની ઈનિંગ પર તે ટ્રોલરોને જવાબ આપ્યો હતો કે તેને દુખ છે કે ટ્રોલરોએ બિન્નીની પંજાબ વિરુદ્ધ શાનદાર ઈનિંગને મિસ કરી દીધી. 

Trending news