લોકસભા ચૂંટણી 2019: 18 એપ્રિલના બીજા તબક્કામાં જૂઓ કોનું ભવિષ્ય છે દાવ પર

18 એપ્રિલ ગુરુવારના રોજ લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેમાં 12 રાજ્યમાં 96 લોકસભા સીટ પર 1 લાખ 81 હજાર મતદાન મથક પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

લોકસભા ચૂંટણી 2019: 18 એપ્રિલના બીજા તબક્કામાં જૂઓ કોનું ભવિષ્ય છે દાવ પર

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 18 એપ્રિલ ગુરુવારના રોજ લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેમાં 12 રાજ્યમાં 96 લોકસભા સીટ પર 1 લાખ 81 હજાર મતદાન મથક પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં કુલ 1629 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેનું ભાગ્ય 15 કરોડ 79 લાખ 34 હજાર મતદારો નક્કી કરશે. તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રદ્દ કરવામાં આવ્યું છે. 

જૂઓ કઈ સીટ પર કયા જાણીતા ઉમેદવારનું નસીબ EVMમાં થશે કેદ....

ઉત્તરપ્રદેશ 

મથુરા સીટ
ઉમેદવારઃ હેમા માલિની (ભાજપ), મહેશ પાઠક(કોંગ્રેસ), કુંવર નરેન્દ્ર સિંઘ (RLD)
2014નું પરિણામઃ હેમામાલિનીએ આરએલડીના જયંત ચૌધરીને 3 લાખ વોટથી હરાવ્યા હતા. 

ફતેહપુર સિક્રી સીટ
ઉમેદવારઃ રાજકુમાર ચહર(ભાજપ), રાજ બબ્બર (કોંગ્રેસ), ભગવાન શર્મા ઉર્ફે ગુડ્ડુ પંડિત (બસપા)
2014નું પરિણામઃ ભાજપના ઉમેદવાર ચૌધરી બાબુલાલ 1,70,000 વોટના માર્જિનથી વિજેતા બન્યા હતા. બસપાના સીમા ઉપાધ્યાય બીજા ક્રમે રહ્યા હતા. 

આગરા સીટ(અનામત)
ઉમેદવારઃ એસપી સિંઘ બાઘેલ(ભાજપ), પ્રિતા હરિત (કોંગ્રેસ), મનોજ સોની (બસપા)
2014નું પરિણામઃ ભાજપના રામ શંકર કથેરિયાએ બસપાના નરેન સિંહાને 3 લાખ વોટના માર્જિનથી હરાવ્યા હતા. 

અમરોહા સીટ
ઉમેદવારઃ દાનિશ અલી (બસપા), કંવર સિંઘ તંવર(ભાજપ), સચિન ચૌધરી(કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના વર્તમાન સાંસદ કવર સિંઘ તંવરે સમાજવાદી પાર્ટીના હુમેરા અખ્તરને 1,58,214 વોટથી હરાવ્યા હતા. 

બિહાર

કટિહાર સીટ
ઉમેદવારઃ તારીક અનવર(કોંગ્રેસ), દુલાલ ચંદ્ર ગોસ્વામી(જેડી-યુ)
2014નું પરિણામઃ એનસીપીની સીટ પર ચૂંટણી લડનારા તારીક અનવરે ભાજપના નિખિલ કુમાર ચૌધરીને 1,14,000 વોટથી હરાવ્યા હતા. 

તમિલનાડુ 

કન્યાકુમારી સીટ
ઉમેદવારઃ પોન રાધાક્રિશ્નન (ભાજપ), એચ. વસંતકુમાર(કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના વર્તમાન સાંસદ પોન રાધાક્રિશ્નને એચ. વસંતકુમારને 1,28,662 વોટથી હરાવ્યા હતા. 

થુતુકુડી સીટ
ઉમેદવારઃ કનિમોઝી કરૂણાનિધી(ડીએમકે), તમિલિસાઈ સૌંદરરાજન(ભાજપ)
2014નું પરિણામઃ AIADMKના જેયાસિંગ થિયાગરાજ નટરાજીએ ડીએમકેને પી. જગનને 3,66,052 વોટથી હરાવ્યા હતા. 

નિલગિરીસ સીટ (એસસી અનામત)
ઉમેદવારઃ એ. રાજા (ડીએમકે),. એમ. થિયાગરાજન (AIADMK)
2014નું પરિણામઃ એ. રાજાનો AIADMKના સી. ગોલાપક્રિશ્નન સામે 1,04,940 વોટથી પરાજય થયો હતો. 

સિવાગંગા સીટ
ઉમેદવારઃ કિર્તી પી. ચિદમ્બરમ(કોંગ્રેસ) અને એચ. રાજા(ભાજપ)
2014નું પરિણામઃ AIADMKના પી.આર. સેથિલનાથને ડીએમકેના ધુરાઈ રાજ સુબાને 4,75,993 વોટથી હરાવ્યા હતા. 

કર્ણાટક 

તુમકુરુ સીટ
ઉમેદવારઃ જી.એસ. બાસવરાજ(ભાજપ), એચ.ડી. દેવેગૌડા (જેડી-એસ)
2014નું પરિણામઃ કોંગ્રેસના મુદાહનુમેગૌડાએ બસવરાજને 74,041 વોટથી હરાવ્યા હતા. 

માંડ્યા સીટ
ઉમેદવારઃ નિખિલ કુમારસ્વામી(જેડી-એસ), સુમલંથા અંબરીષ (અપક્ષ)
2014નું પરિણામઃ જે.ડી.એસના સી.એસ. પુટ્ટરાજુએ કોંગ્રેસના રામ્યાને 5,518 વોટના પાતળા માર્જિનથી હરાવ્યા હતા. 

બેંગલુરુ દક્ષિણ સીટ
ઉમેદવારઃ તેજસ્વી સૂર્યા(ભાજપ), બી.કે. હરીપ્રસાદ (કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના અનંતકુમારે કોંગ્રેસના નંદલ નિલકેણીને 2,28,575 વોટથી હરાવ્યા હતા. 

પશ્ચિમ બંગાળ 

દાર્જિલિંગ સીટ
ઉમેદવારઃ અમર સિંઘ રાય(TMC), રાજુ સિંઘ બિશ્ત(ભાજપ), શંકર માલકર(કોંગ્રેસ), સમન પાઠક(સીપીએમ)
2014નું પરિણામઃ ભાજપના એસ.એસ. અહલુવાલિયાએ તૃણમુલ કોંગ્રેસના બાઈચુંગ ભુટિયાને 1,97,239 વોટથી હરાવ્યા હતા. 

રાયગંજ સીટ
ઉમેદવારઃ મોહંમદ સલીમ(સીપીએમ), દીપા દાસમુન્શી(કોંગ્રેસ). દિબોશ્રી ચૌધરી(ભાજપ), કનૈય્યા લાલ અગ્રવાલ (ટીએમસી)
2014નું પરિણામઃ સીપીએમના મોહંમદ સલીમે કોંગ્રેસના દીપા દાસમુન્શીને માત્ર 1,634 વોટથી હરાવ્યા હતા. 

મહારાષ્ટ્ર 

અમરાવતી સીટ
ઉમેદવારઃ અનંદરાવ અડસુલ(શિવસેના), નવનીત કૌર રાણા(યુવા સ્વાભિમાની પક્ષ)
2014નું પરિણામઃ શિવસેનાના આનંદરાવ અડસુલે નવનીત કૌરને 1,37,932 વોટથી હરાવ્યા હતા. 

અકોલા સીટ
ઉમેદવારઃ સંજય ધોતરે(ભાજપ), હિદાયત પટેલ(કોંગ્રેસ) અને પ્રકાશ આંબેડકર (વંચિત બહુજન અઘાડી)
2014નું પરિણામઃ ભાજપના સંજય ધોતરેએ કોંગ્રેસના હિદાયત પટેલને 2,03,116 વોટના માર્જિનથી હરાવ્યા હતા. 

જમ્મુ અને કાશ્મીર

શ્રીનગર સીટ
ઉમેદવારઃ ફારુક અબ્દુલ્લા(નેશનલ કોન્ફરન્સ), ઈરફાન અનસારી(પીપલ્સ કોન્ફરન્સ), આગા મોહસીન(પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી), ખાલીદ જહાંગીર(ભાજપ)
2014નું પરિણામઃ ફારુક અબ્દુલ્લાએ પીડીપીના નઝીર અહેમદ ખાનને 10,776 વોટથી હરાવ્યા હતા. 

ઉધમપુર સીટ
ઉમેદવારઃ ડો. જિતેન્દ્ર સિંઘ(ભાજપ), વિક્રમાદિત્ય સિંઘ(કોંગ્રેસ), ચૌધરી લાલ સિંઘ(દોગરા સ્વાભિમાન સંગઠન) અને હર્ષ દેવ સિંઘ(પેન્થર્સ પાર્ટી)
2014નું પરિણામઃ ભાજપના જિતેન્દ્ર સિંઘે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને 60,976 વોટથી હરાવ્યા હતા. 

ઓડીશા

કંધમાલ સીટ
ઉમેદવારઃ અચ્યુત સામંથા(BJD), એમ.એ. ખારાબેલા સ્વેઈન(ભાજપ), મનોજ આચાર્ય (કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના પ્રત્યુષ રાજેશ્વરી સિંઘે કોંગ્રેસના હરીહરા કરનને 1,81,017 વોટના માર્જિનથી હરાવ્યા હતા. 

છત્તીસગઢ

રાજનાદગાંવ સીટ
ઉમેદવારઃ સંતોષ પાંડે(ભાજપ), ભોલારામ સાહુ(કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના અભિષેક સિંઘે કોંગ્રેસના કમલેશ્વર વર્માને 2,35,911 વોટના માર્જિનથી હરાવ્યા હતા. 

આસામ

સિલચર 
ઉમેદવારઃ સુષમિતા દેવ(કોંગ્રેસ), રાજદીપ રોય(ભાજપ), નાઝિયા યાસમીન મઝુમદાર(NPP)
2014નું પરિણામઃ કોંગ્રેસના સુષમીતા દેવે ભાજપના કમિંદરા પુરકાયસ્થને 35,240 વોટના માર્જિનથી હરાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news