વિશ્વકપમાં સુરક્ષાને 'સર્વોચ્ચ પ્રાથમિકતા' આપવામાં આવશેઃ આઈસીસી

આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું કે, આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વકપ દરમિયાન સુરક્ષાને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવશે. 

વિશ્વકપમાં સુરક્ષાને 'સર્વોચ્ચ પ્રાથમિકતા' આપવામાં આવશેઃ આઈસીસી

કરાચીઃ ન્યૂઝીલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બાંગ્લાદેશના ક્રિકેટરો માંડ-માંડ બચી ગયા, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષધ (આઈસીસી)એ કહ્યું કે, આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપ દરમિયાન સુરક્ષાને 'સર્વોચ્ચ પ્રાથમિકતા' આપવામાં આવશે. 

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં 50 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ટીમ તેમાંથી એક મસ્જિદની નજીક હતી, પરંતુ તમામ ખેલાડીઓ પોતાનો જીવ બચાવી ભગ્યા હતા. આ હુમલા બાદ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો અને ટીમ સ્વદેશ પરત પહોંચી ગઈ છે. 

કરાચીમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ફાઇનલથી અલગ આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું કે, સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સ્પષ્ટ છે કે ન્યૂઝીલેન્ડમાં જે કંઇ થયું તેણે લગભગ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા અને ખાસ કરીને વિશ્વકપ માટે. તેમાં આપણે સુરક્ષાને લઈને સાવધાન રહેવાની જરૂર છે. 

ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ 30 મેથી 14 જુલાઈ સુધી વિશ્વકપની યજમાની કરશે. તેમણે કહ્યું, મને ખ્યાલ છે કે, આઈસીસીના સુરક્ષા નિયામકે બ્રિટનમાં તમામ સુરક્ષા એજન્સીઓની સાથે મળીને આ મુદા પર કામ પૂરી કરી લીધું છે અને તે કોઈ કસર છોડી રહ્યાં નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news