મનોહર પાર્રિકરની સાદગીનો આ કિસ્સો આજે પણ નથી ભૂલ્યા વડતાલના લોકો

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે નિધન થયું છે. લાંબા સમયથી પેન્ક્રીયાઝના કેન્સરથી પિડાતા મનોહર પર્રિકરે પોતાના મૃત્યુના એક કલાક પહેલા પણ રાજ્ય માટે કામ કરી રહ્યા હતા. તેમનું વ્યક્તિત્વ અત્યંત સાદગીથી ભરેલું હતું. ત્યારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન પણ સાદગીનો એક પ્રસંગ ચર્ચાયો હતો. 
મનોહર પાર્રિકરની સાદગીનો આ કિસ્સો આજે પણ નથી ભૂલ્યા વડતાલના લોકો

લાલજી પાનસુરીયા/આણંદ :ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે નિધન થયું છે. લાંબા સમયથી પેન્ક્રીયાઝના કેન્સરથી પિડાતા મનોહર પર્રિકરે પોતાના મૃત્યુના એક કલાક પહેલા પણ રાજ્ય માટે કામ કરી રહ્યા હતા. તેમનું વ્યક્તિત્વ અત્યંત સાદગીથી ભરેલું હતું. ત્યારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન પણ સાદગીનો એક પ્રસંગ ચર્ચાયો હતો. 

2015માં વડતાલ ખાતે ત્રણ દિવસના અખિલ ભારતિય પૂર્વ સૈનિક સંમેલનનુ આયોજન કરાયું હતું. તેમા દેશભરમાંથી ત્રણ હજારથી વધારે પૂર્વ સૈનિકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તે સમયના સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમના દ્વારા પૂર્વ સૈનિકોને સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમની બેઠક માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેમણે બેસવા માટે સામાન્ય ખુરશી પસંદ કરી, અને તેમાં જે બેસવાનો
આગ્રહ રાખ્યો હતો.

તે સમયના રક્ષામંત્રી હોવા છતા પોતે દેશના સૈનિકો માટે અને સંતો માટે કેટલું માન રાખવા હતા તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે. ગેસ્ટ ચેરમાં બેસવાને બદલે તેઓ સાદી પ્લાસ્ટિકની ખુરશીમાં બેસ્યા હતા. ત્યારે આ પ્રસંગમાં તેમની સાદગીના વખાણ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news