Team India ના 'સૌથી મોટા દુશ્મન'ને મળ્યો ICC Player of the Month નો એવોર્ડ, બુમરાહ થયો નિરાશ


જસપ્રીત બુમરાહ આ એવોર્ડનો દાવેદાર હતો, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયન ટીમને સૌથી વધુ પરેશાન કરનાર જો રૂટે બાજી મારી લીધી છે. 

Team India ના 'સૌથી મોટા દુશ્મન'ને મળ્યો ICC Player of the Month નો એવોર્ડ, બુમરાહ થયો નિરાશ

દુબઈઃ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ (Joe Root) અને આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઇમિર રિચર્ડસન  (Eimear Richardson) ને ઓગસ્ટ મહિના માટે ક્રમશઃ પુરૂષ અને મહિલા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the Month) પસંદ કરવામાં આવ્યા છે. 

રૂટે બુમરાહને કર્યો નિરાશ
આઈસીસીએ સોમવારે તેની જાણકારી આપી છે. જો રૂટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah) અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) ને પાછળ છોડી આ એવોર્ડ જીત્યો છે. રૂટે ઓગસ્ટ મહિનામાં ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોમાં 507 રન બનાવ્યા હતા. 

જો રૂટની શાનદાર બેટિંગ
આઈસીસી વોટિંગ એકેડમીના પેનલિસ્ટોમાંથી એક દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેપી ડ્યુમિનીએ કહ્યુ- કેપ્ટનના રૂપમાં તેના ખભા પર જવાબદારી હતી ત્યારબાદ પણ તેણે શાનદાર બેટિંગ કરી. હું ખરેખર પ્રભાવિત થયો કે તેણે આગળ વધી ટીમની આગેવાની કરી અને દુનિયામાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની ગયો.

All details here 👇🏾https://t.co/F87M6cBqK5

— ICC Media (@ICCMediaComms) September 13, 2021

ઇમિર રિચર્ડસનને પણ એવોર્ડ
આયરિશ ઓલરાઉન્ડર ઇમિર રિચર્ડસન (Eimear Richardson) એ પાછલા મહિને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ યૂરોપ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મંથ પસંદ કરવામાં આવી છે. તેણે ટૂર્નામેન્ટમાં 4.19ની એવરેજથી 7 વિકેટ ઝડપી હતી.

 

નેધરલેન્ડ વિરુદ્ધ શાનદાર ઈનિંગ
આયર્લેન્ડની સ્ટાર ક્રિકેટર ઇમિર રિચર્ડસને બોલની સાથે બેટથી પણ યોગદાન આપ્યું છે. તેણે નેદરલેન્ડ વિરુદ્ધ મેચમાં 49 બોલમાં 53 રનની ઈનિંગ રમી અને ટૂર્નામેન્ટમાં કુલ 76 રન બનાવ્યા હતા. 

ઇમિરે વ્યક્ત કરી ખુશી
ઇમિરે કહ્યું- ઓગસ્ટ માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયું ખુબ રોમાંચક હતું અને હવે વિનર તરીકે મને શાનદાર અનુભવ થઈ રહ્યો છે. યૂરોપીન ક્વોલિફાયરમાં ટીમ માટે યોગદાન આપવું મારા માટે સારૂ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news