અમદાવાદમાં શરૂ થશે ફૂટબોલ ટ્રેનીંગ સેન્ટર, ભૂટિયાની ઇચ્છા છે કે આ ટીમ જીતે ફૂટબોલ વર્લ્ડકપ

ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ)ની દિલ્હી એનસીઆર, દહેરાદૂન, ચંડીગઢ, બેંગલુરુ અને મુંબઈ ખાતે ઉપસ્થતિ છે. બીબીએફએસ ખેલાડીઓના વિકાસ અને પ્રોફેશનલ કારકિર્દીનો માર્ગ સર્જવામાં ઉત્કૃષ્ટતાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. 

અમદાવાદમાં શરૂ થશે ફૂટબોલ ટ્રેનીંગ સેન્ટર, ભૂટિયાની ઇચ્છા છે કે આ ટીમ જીતે ફૂટબોલ વર્લ્ડકપ

કર્નલ કુમારદુષ્યંત/ અમદાવાદ: ભારતના પૂર્વ ફૂટબોલર ભાઈચુંગ ભૂટિયા અમદાવાદમાં પોતાની ફૂટબોલ એકેડમી ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ)નો પ્રારંભ કરી રહ્યા છે. ભાઈચુંગ ભૂટિયા ભારતીય ફૂટબોલ ટીમનો સ્ટ્રાઇકર તરીકે જાણીતો ચહેરો હતા. તેઓ ફૂટબોલની રમત પ્રત્યે રસ વધે છે નેશનલ-ઇન્ટરનેશનલ લેવલે ભારતને સારા ફૂટબોલ ખેલાડીઓ મળે તે માટે કામ કરી રહ્યા છે. આ અંતર્ગત ભારતમાં અલગ અલગ જગ્યાએ પોતાની ફૂટબોલ એકેડમી ખોલી રહ્યાં છે. 

ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ)ની દિલ્હી એનસીઆર, દહેરાદૂન, ચંડીગઢ, બેંગલુરુ અને મુંબઈ ખાતે ઉપસ્થતિ છે. બીબીએફએસ ખેલાડીઓના વિકાસ અને પ્રોફેશનલ કારકિર્દીનો માર્ગ સર્જવામાં ઉત્કૃષ્ટતાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. બીબીએફેસના ખેલાડીઓનું આટલા વર્ષોમાં જે પર્ફોર્મન્સ રહ્યુ છે. ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ) તેના પ્રથમ ટ્રેનીંગ સેન્ટરનો ગુજરાત ખાતે તેની સ્પ્રિન્ટ રિક્રિએશન સાથેની વ્યૂહાત્મક સહભાગિતા સાથે પ્રારંભ કરશે. ફિફાના રેન્કિંગમાં ભારત અત્યારે 97માં નંબર પર છે.

ભાઈચુંગ ભૂટિયાએ જણાવ્યું હતું કે, ‘અમે ગુજરાતમાં વિસ્તરણ કરવા ઈચ્છીએ છીએ અને બીબીએએફએસ મેથેડોલોજીને ઉગતા ફૂટબોલ ખેલાડીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ. અમારી ઈચ્છા છે કે ફૂટબોલની સંસ્કૃતિને પ્રમોટ કરવામાં આવે અને સાથે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે બાળકોને સ્થાનિક પ્રોફેશનલ્સ દ્વારા તાલીમ આપવામાં આવે. અમે શીલજ વિસ્તારમાં સુંદર સુવિધા ધરાવતા સ્પ્રિન્ટ રિક્રિએશનના લોકો સાથે જાડાણ કર્યુ છે. બીબીએફએસ કોચીસ એજ્યુકેશન પ્રોગ્રામ બાળકોને તાલીમ આપવાની જવાબદારી લઈ શકે એ માટે સ્થાનિક લોકોને તાલીમ આપશે.’

અમદાવાદમાં પણ હવે બાળકો સારી રીતે ફૂટબોલની ટ્રેનિંગ લઇ શકશે
હવે અમદાવાદમાં ભાઇચુંગ ભુટિયા ફૂટબોલ સ્કુલ (બીબીએફએસ) અંતર્ગત બાળકોના ફૂટબોલ પ્રત્યેના રસને જોતા પોગ્રામ શરૂ થઇ રહ્યો છે. અહીં ફૂટબોલમાં રસ ધરાવતા 5થી 16 વર્ષની વય ધરાવતા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે.બીબીએફએસ દ્વારા બાળકોને નિયમિત ટ્રેનિંગ સેન્ટર્સ, ડેવલપમેન્ટ સ્કવોડ્સ, કેમ્પસ, વર્કશોપ્ટસ, ટૂર્સ અને ટુર્નામેન્ટ્સ યોજવામાં આવશે.

ISLથી સારા ફૂટબોલર મળી રહ્યા છે
IPLની તર્જ પર ફૂટબોલ લિગ ISL (ઇન્ડિયન સુપર લીગ) શરૂ કરવામાં આવી છે જેને કારણે તેમાંથી સારા સારા ફૂટબોલર બહાર નિકળી રહ્યાં છે જે ટીમ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી શકે છે.
આઇએસએલથી ફૂટબોલરને રમવાની તક મળે છે અને તેમને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે.

ભૂટિયાની ઇચ્છા આર્જેન્ટિના જીતે ફૂટબોલ વર્લ્ડકપ
ફિફાની ફેવરિટ ટીમ અને ફેવરિટ પ્લેયર વિશે જણાવતા કહ્યું કે આર્જેન્ટિના મારી ફેવરિટ ટીમ છે અને લિયોનેલ મેસ્સી મારો ફેવરિટ ફૂટબોલર છે. આ ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાને ફૂટબોલ વર્લ્ડકપ જીતતો જોવા માંગુ છું.

ફિફામાં ક્વોલિફાય થવાના ફાંફા
જ્યારે ફિફા વર્લ્ડકપમાં ક્વોલિફાય મુદ્દે તેમને પૂછવામાં આવ્યુ કે ભારત કેમ આટલું પાછળ છે? તો તેના જવાબમાં ભાઈચુંગ ભૂટિયાએ કહ્યું કે ફિફામાં ક્વોલિફાય કરવું ખૂબ મુશ્કેલ છે. ફિફામાં ક્વોલિફાય કરવા માટે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ છતાં ત્યાં સુધી પહોચી શકતા નથી. ફિફા વર્લ્ડકપનો 14 જૂનથી રશિયામાં પ્રારંભ થઇ રહ્યો છે. 

બાળકોની સ્કીલ બહાર લાવવાનું કામ કરી રહ્યો છે આ ફૂટબોલર
ભારત તરફથી સૌથી વધુ 104 ફૂટબોલ મેચ રમનારા ખેલાડી ભાઈચુંગ ભૂટિયાએ કહ્યું કે બાળકોને ફૂટબોલની ટ્રેનિંગ પુરતી મળતી નથી. બાળકોએ ફૂટબોલ સાથે એંજોય કરવા જોઇએ. અમે જ્યારે ટ્રેનિંગમાં જતા હતા ત્યારે કોચ ગ્રાઉંડ પર પહોંચતા જ ગ્રાઉંડના 10-12 ચક્કર લગાવવાનું કહેતા. જેથી ઘણા બાળકો કોચિંગ છોડી દેતા. આમ ન કરવું જોઇએ. અમે અમારી એકેડમીમાં વોર્મઅપથી ફૂટબોલ આપી દઇશું. બાળકો યોગ્ય ગાઇડલાઇન્સ મળે અને બાળકો ગ્રાઉંડ પર આવીને રમે તે મહત્વનું છે. તેના માટે અમે લોકલ ટુર્નામેંટનું પણ આયોજન કરીશું. 

2019માં અમારી પાર્ટી ચૂંટણી લડશે
ભાઈચુંગ ભૂટિયાને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી લડશે તે અંગે પૂછવામાં આવતાં તેમને જણાવ્યું હતું કે અમારી પાર્ટી 'હામરો સિક્કીમ પાર્ટી' ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી લડશે. અહીં લોકો સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવી શકતા નથી તેમનો અવાજ દબાવવામાં આવે છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે ભાઈચુંગ ભૂટિયાએ તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ પર 2014માં લોકસભાની ચૂંટણી અને 2016માં પશ્વિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ બંને ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડશે. ત્યારબાદ ફૂટબોલ પ્લેયર ભાઈચુંગ ભૂટિયાએ મમતા બેનર્જીની પાર્ટી છોડી દીધી હતી. અને તાજેતરમાં પોતાની અલગથી પાર્ટી બનાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news