IND vs PAK: બાબર આઝમ આઉટ થયો તો એક નાના ફેન્સે તોડી નાખ્યું ટીવી, વાયરલ થયો વીડિયો

Babar Azam: ભારત-પાક મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક નાનો ફેન બાબર આઝમની વિકેટ પડ્યા બાદ ટીવી તોડતો જોવા મળી રહ્યો છે. 
 

IND vs PAK: બાબર આઝમ આઉટ થયો તો એક નાના ફેન્સે તોડી નાખ્યું ટીવી, વાયરલ થયો વીડિયો

IND vs PAK Funny Video: ભારત-પાકિસ્તાનના મુકાબલાનો ક્રેઝ વિશ્વભરમાં જોવા મળે છે. ક્રિકેટની દુનિયામાં આ બંને ટીમની ટક્કરની ફેન્સ આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. પછી જ્યારે એક ટીમ મેચ જીતે તો તે ટીમના સમર્થક ખુબ જશ્ન મનાવે છે, તો હારનારી ટીમના ફેન્સ ગુસ્સામાં ઘણી હદ પાર કરતા હોય છે. હંમેશા ભારત-પાક મેચમાં હારનારી ટીમના ફેન્સની નારાજગીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. આ પ્રકારનો એક વીડિયો વિશ્વકપના મુકાબલા બાદ સામે આવ્યો છે. 

વિશ્વકપ 2023માં શનિવારે ભારત-પાક વચ્ચે ટક્કર થઈ હતી. આ મુકાબલામાં એક સમયે પાકિસ્તાન ખુબ સારી સ્થિતિમાં હતું. પાકિસ્તાનની ટીમ 150 રનનો આંકડો પાર કરી ચુકી હતી અને માત્ર બે વિકેટ ગુમાવી હતી. પરંતુ અહીં કેપ્ટન બાબર આઉટ થયો અને ટીમનો ધબડકો થયો. બાબર આઝમ પાકિસ્તાનનો બેસ્ટ બેટર છે. પાક ફેન્સ તેની વિકેટનું મહત્વ સમજે છે. તેવામાં જ્યારે બાબર બોલ્ડ થયો તો પાકિસ્તાનના એક નાના ફેન્સે ગુસ્સામાં પોતાના ઘરનું ટીવી તોડી નાખ્યું. 

— Mikku 🐼 (@effucktivehumor) October 15, 2023

આ વીડિયો મેચ બાદ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક પાકિસ્તાની પરિવાર મેચ જોઈ રહ્યો છે. જ્યારે બાબર આઉટ થયો તો આ નાના ફેન્સે ગુસ્સામાં પોતાની સામે રાખેલી વસ્તુ ટીવી પર ઘા કરે છે. અહીં ટીવી ધડામ કરી નીચે પડે છે. ત્યારબાદ તેના માતા-પિતા બાળકને પૂછે છે કે આ શું કર્યું તે, શું થઈ ગયું તને.

આ મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 117 બોલ બાકી રહેતા 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news