ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ઘટના, બંન્ને કેપ્ટન બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ

પાકિસ્તાનના સરફરાઝ અહમદ અને સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અણગમતો રેકોર્ડ જોડાઈ ગયો છે. 

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ઘટના, બંન્ને કેપ્ટન બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે યજમાન ટીમ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. શુક્રવારે મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ 149 રનનો લક્ષ્ય ચાર વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગમાં ડીન એલ્ગર અને હાશિમ અમલાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ બંન્ને ટીમોના કેપ્ટનોના નામે એક અણગમતો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે. 

ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આમ થયું છે- જ્યારે બંન્ને ટીમના કેપ્ટનો બંન્ને ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા છે. ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે કોઈ બેટ્સમેન બંન્ને ઈનિંગમાં ઝીરો પર આઉટ થાય છે તો તેને પેઅર કહેવામાં આવે છે. શુક્રવારે જ્યારે શાહીન અફરીદીના બોલ પર હસન અલીએ ફાફ ડુ પ્લેસિસનો કેચ ઝડપ્યો તો આ રેકોર્ક ટેસ્ટ ક્રિકેટમાં નોંધાઈ ગયો હતો. 

એક તરફ જ્યાં પાકિસ્તાનનો કેપ્ટન સરફરાઝ અહમદ પ્રથમ ઈનિંગમાં ડુઆન ઓલિવિયરની બોલિંગમાં શૂન્ય પર આઉટ થયો તો બીજી ઈનિંગમાં તેને કાગિસો રબાડાએ આઉટ કર્યો હતો. તો ફાફ ડુ પ્લેસિસને બંન્ને ઈનિંગમાં શાહીન અફરીદીએ આઉટ કર્યો હતો. 

પાકિસ્તાને પોતાની પ્રથમ ઈનિંગમાં 181 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવ્યા. પાકિસ્તાનનો બીજો દાવ 190 રને સમાટાઇ ગયો હતો. સાઉથ આફ્રિકા સામે 149 રનનો લક્ષ્ય હતો જે તેણે ચાર વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news