India vs Australia- બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશેઃ માઇકલ ક્લાર્ક

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક જસપ્રીત બુમરાહનો ફેન થઈ ગયો છે. તેણે કહ્યું કે, બુમરાહ ઝડપથી ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો નંબર એક બોલર બનશે. 

 India vs Australia- બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશેઃ માઇકલ ક્લાર્ક

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા કહ્યું કે, તે ત્રણેય ફોર્મેટમાં ઝડપથી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશે. 

બુમરાહે ત્રીજી ટેસ્ટમાં 33 રન આપીને છ વિકેટ ઝડપી અને તેની મદદથી ભારત ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 151 રન પર આઉટ કરવામાં સફળ રહ્યું હતું. ક્લાર્કે કહ્યું, તેની સાથે રમવું અને તેનું કેપ્ટન હોવું રસપ્રદ રહેશે. તેના પર દવાબ કે અપેક્ષાઓની અસર પડતી નથી. તે શીખવા ઈચ્છે છે અને ખૂબ મહેનત કરે છે. તેણે કહ્યું, આગામી થોડા મહિનામાં બુમરાહ ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બોલર બનશે. 

જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના છ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 151 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે બીજા દિવસે પોતાની ઈનિંગમાં સાત વિકેટ પર 443 રન બનાવી ડિકલેર કરી હતી. આ આધારે ભારતે 292 રનની લીડ મેળવી હતી. 

મહત્વનું છે કે, બોક્સિંગ ડે ટેસ્ટ જીતવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે પોતાના બીજો દાવ 106/8 રન પર ડિકલેર કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news