સરફરાઝની ટિપ્પણી બાદ મોહમ્મદ આમિરની વિશ્વકપ પસંદગી પર આશંકા

સરફરાઝે એક ટીવી ચેનલને કહ્યું, 'જ્યારે તમારો મુખ્ય બોલર સતત વિકેટ ન ઝડપે તો ચોક્કસપણે આ કેપ્ટન માટે ચિંતાની વાત છે.'

સરફરાઝની ટિપ્પણી બાદ મોહમ્મદ આમિરની વિશ્વકપ પસંદગી પર આશંકા

કરાચીઃ મોહમ્મદ આમિરની વિશ્વ કપ માટે પસંદગી પર અનિશ્ચિતતા બની ગઈ છે કારણ કે કેપ્ટન સરફરાઝ અહમદે આ અનુભવી ડાબા હાથના ફાસ્ટ બોલરના વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં વિકેટ ન લેવા માટે ચિંતા વ્યક્ત કરી છે. 

સરફરાઝે એક ટીવી ચેનલને કહ્યું, 'જ્યારે તમારો મુખ્ય બોલર સતત વિકેટ ન ઝડપે તો ચોક્કસપણે આ કેપ્ટન માટે ચિંતાની વાત છે.'

ઓવલમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં આમિરે ટીમની જીતમાં 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, પરંતુ આ 26 વર્ષના ક્રિકેટરે ત્યારથી 14 વનડેમાં એકથી વધુ વિકેટ ઝડપી નથી અને તેમાંથી નવ મેચોમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નથી. 

પસંગદીકારો 18 એપ્રિલે વિશ્વ કપ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરશે અને સૂત્રોનું કહેવું છે કે તે 23 એપ્રિલે ઈંગ્લેન્ડ જનારા 17 થી 18 ખેલાડીઓના નામની જાહેરાત કરશે. 

સૂત્રોએ કહ્યું, પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ રમવાની છે, આ સિવાય મેમાં કેટલિક ઈંગ્લિશ કાઉન્ટી ટીમોની વિરુદ્ધ પણ મેચ છે. દરેક દેશ 23 મે સુધી વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની લગભગ નક્કી કરી ચુક્યા હશે તો પસંદગીકારો લગભગ આમિર પર નિર્ણય પહેલા તેનું પ્રદર્શન જોવા ઈચ્છશે. 

સરફરાઝે કહ્યું, હું તે ન કહી શકું તે તે (આમિર) વિશ્વ કપની ટીમમાં હશે કે નહીં પરંતુ અમારી યોજના વિશે વસ્તુ સ્પષ્ટ છે અને જ્યારે ટીમની જાહેરાત થશે તો બધુ જાણવા મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news