કોવિડ-19 બાદ ક્રિકેટઃ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડી જશે નહીં ટૉયલેટ, અમ્પાયરને નહીં આપી શકે કોઈ વસ્તુ


કોવિડ-19 મહામારી બાદ બીજીવાર ક્રિકેટ શરૂ થવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પોતાની કેટલિક સ્વાભાવિક ટેવો છોડવી પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે દિશા-નિર્દેશ જારી કર્યાં છે. 

કોવિડ-19 બાદ ક્રિકેટઃ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડી જશે નહીં ટૉયલેટ, અમ્પાયરને નહીં આપી શકે કોઈ વસ્તુ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પોતાની કેટલિક આદતોમાં ફેરફાર કરવો પડશે. હવે તેને પ્રેક્ટિસ દરમિયાન શૌચાલય જવા અને મેદાની અમ્પાયરોને પોતાની કેપ કે સનગ્લાસ સોંપવાની મંજૂરી રહેશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના દિશા-નિર્દેશો અનુસાર ખેલાડી, પોત-પોતાના વ્યક્તિગત સામાન, જેમ કેપ, નેપકિન, સનગ્લાસ, જંપર્સ વગેરે અમ્પાયર કે સાથીઓને સોંપી શકશે નહીં, તેણે સામાજીક અંતર જાળવવું પડશે. 

કોવિડ-19 મહામારી બાદ બીજીવાર ક્રિકેટ શરૂ થવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પોતાની કેટલાક સ્વાભાવિક ટેવોને છોડવી પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે દિશા-નિર્દેશો જારી રહ્યાં છે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે મેદાન પર ખેલાડીઓનો સામાન કોણ રાખશે. 

એટલું જ નહીં, અમ્પાયરોએ પણ બોલ પકડતા સમયે ગ્લવ્સનો ઉપયોગ કરવો પડશે. ખેલાડી પોતાની કેપ અને સનગ્લાસને મેદાન પર ન રાખી શકે, કારણ કે તેનાથી પેનલ્ટી રન જઈ શકે છે, જેમ હેલમેટના મામલામાં થાય છે. 

આઈસીસી તે પણ ઈચ્છે છે કે ખેલાડી મેચ પહેલા અને મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં ઓછો સમય પસાર કરે. બીજીતરફ આઈસીસી ક્રિકેટ સમિતિએ બોલ પર લાળને પ્રતિબંધ કરવાની ભલામણ કરી છે. 

ડ્વેન બ્રાવોએ કરી ધોનીની પ્રશંસા, કહ્યુ- ક્રિકેટરોને આપે છે નવી જિંદગી

હવે ખેલાડીઓને બોલ અડવા, આંખ, નાક અને મોઢાને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય બોલના સંપર્કમાં આવ્યા બાદ પોતાના હાથ સાફ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રેક્ટિસ દરમિયાન પણ ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેને ટોયલેટનો ઉપયોગ કરવાની મંજૂરી હશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news