પેટ્રોલ-ડીઝલની કિંતમાં ઘટાડો મોદી સરકારની સંવેદનશીલતા દર્શાવે છે: અમિત શાહ
અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનાં નિર્ણયનું સ્વાગત છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ગુરૂવારે પેટ્રોલ - ડીઝલ પર ઉત્પાદન શુલ્ક ઘટાડવાની જાહેરાતની સરાહના કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ નિર્ણય મોદી સરકારની દેશની જનતાના હિતો પ્રત્યે સંવેદનશીલતાને દર્શાવે છે. અમિત શાહે ટ્વીટ કર્યું, મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણયનું સ્વાગત કરૂ છું. તેમણે કહ્યું કે, આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારની દેશનાં લોકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.
અગાઉ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કેન્દ્ર સરાકરે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને રાજ્યોને વેટ ઘટાડવા માટેની અપીલ કરી છે, તે સરકારની સંવેદનશીલતા જ દર્શાવે છે.
પાત્રાએ કહ્યું કે, સરકારને આર્થિક નુકસાનને 3.3 ટકા પર જાળવી રાખવાની વાત કરી. આ પ્રકારે આ ન માત્ર સંવેદનશિલ નિર્ણય છે પરંતુ આર્થિક દ્રષ્ટીએ પણ બુદ્ધિમતાપુર્ણ નિર્ણય છે જેમાં આર્થિક આંકડાઓ પર કોઇ અસર નહી પડે, તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલની કિંમતોને ઘટાડવા માટે ઓઇલ બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો અન એક પ્રકારે અમારી સંપત્તીને ઘટતી દેખઆઇ રહી હતી. આ પ્રકારે આશરે 1.5 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ ઇશ્યું કરવામાં આવ્યા હતા. આ પૈસા ચુકવવાનું કામ મોદી સરકારે કર્યું. તેમણે ક્હયું કે, જે પ્રકારે સામાન્ય જનતા પ્રત્યે સંવેદનશીલતા દેખાડતા પેટ્રોલનાં ભાવમાં ઘટાડો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે