પ્રો કબડ્ડી સિઝન 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની ધમાકેદાર જીત, બેંગલુરૂ બુલ્સને 42-24થી આપી માત
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે પ્રો કબડ્ડી લીગની સિઝન 7ના પ્રારંભે જ હૈદ્રાબાદમાં હાઈ ફલાઈંગ રેઈડર પવન સેહરાવત ને પછાડીને સિઝન -6ની ફાઇનલમાં હારનો બદલો લઇ લીધો છે. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમારે 6 ટેકલ પોઈન્ટ સાથે આ જીતની આગેવાની લીધી હતી. જીએફજીએ રોહિત કુમાર એન્ડ કંપનીને 42-24 પોઈન્ટથી પરાજ્ય આપીને કચડી નાખી હતી.
Trending Photos
અમદાવાદ: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે પ્રો કબડ્ડી લીગની સિઝન 7ના પ્રારંભે જ હૈદ્રાબાદમાં હાઈ ફલાઈંગ રેઈડર પવન સેહરાવત ને પછાડીને સિઝન -6ની ફાઇનલમાં હારનો બદલો લઇ લીધો છે. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમારે 6 ટેકલ પોઈન્ટ સાથે આ જીતની આગેવાની લીધી હતી. જીએફજીએ રોહિત કુમાર એન્ડ કંપનીને 42-24 પોઈન્ટથી પરાજ્ય આપીને કચડી નાખી હતી.
પવન સેહરાવત કે જેણે પ્રો કબડ્ડી લીગની સિઝન 6ની ફાઇનલની સ્થિતિ પલટી નાખી હતી તે ગુજરાતના મજબૂત ડિફેન્સ સામે લાચાર બની ગયા હતા. બેંગલોરના આ ટોચના રેઈડરે સેકન્ડ હાફમાં સુપર રેઈડ સાથે 8 પોઈન્ટ તો સ્કોર કર્યા જ હતા પરંતુ તેને લગભગ અડધા સમય (21 મિનીટ) સુધી બેંચ ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો.
મેચની 24મી મિનીટમાં ગુજરાત જ્યારે 25-14 પોઈન્ટથી આગળ હતુ ત્યારે પવનનુ સુપર રેઈડ સાથે આગમન થયું હતું અને એક ક્ષણ માટે માર્જીન ઘટીને 25-18 થઈ ગયો હતો. એ સમયે એવુ લાગતુ હતુ કે બુલ્સ તેમના સિઝન-6ની ફાઈનલના દેખાવનું પુનરાવર્તન કરશે. જો કે હેડ કોચ મનપ્રિત સિંઘના મનમાં કોઈ અલગ જ વિચાર ચાલી રહ્યો હતો. તેમણે ડિફેન્સ મજબૂત કરવા માટે ઋતુરાજ કોરાવીને અવેજી ખેલાડી તરીકે લીધો અને તે બાબત કામ કરી ગઈ, તે પછીની રેઈડમાં જ જાયન્ટસના સોનુ જગલને સુપર રેઈડ હાંસલ કરી અને બુલ્સ માટેના દરવાજા બંધ થઈ ગયા.
રોહિત કુમાર અને પવન બેંચ ઉપર હોવાથી સુમિત સિંઘે બુલ્સની આશાઓ જીવંત રાખવા પ્રયાસ કર્યો. પરંતુ જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમારે સુપર્બ એંકલ હોલ્ટ ટેકલ સાથે પોતાના હાઈ-ફાઈવ પૂરા કરી લીધા હતા.
આ અગાઉ સ્ટાર રેઈડર સચિન તનવરે પોતાની પ્રથમ રેઈડમાંજ ટચ પોઈન્ટ મેળવતાં જાયન્ટસની રમતનો પોઝીટીવ સંકેત સાથે પ્રારંભ થયો હતો અને જોખમી ગણાતા પવન સેહરાવત ને બેંચ ઉપર મોકલી દીધો હતો. તુરત જ જાયન્ટસને 3-0ની લીડ હાંસલ થઈ હતી. બુલ્સને શરૂઆતની પીછેહઠ માંથી પાછા વળતાં સમય લાગ્યો હતો. તે પછી પવને 3-4 પોઈન્ટથી પુનરાગમન કર્યું હતું અને મેટ પર પાછા આવી ગયા હતા. આમ છતાં ઉજવણી લાંબી ચાલી નહી જાયન્ટસે પવન અને રોહિતને ટેકલ કરી દીધા હતા. પ્રથમ હાફમાં પવન ઓછામાં ઓછો 4 વખત ટેકલ થયો હતો.
જાયન્ટસના સ્ટાર રેઈડર સચિન તનવરે તેની ટીમના ડિફેન્સના પ્રયાસોમાં કેટલાક અદભૂત રેઈડ પોઈન્ટસથી યોગદાન આપ્યું હતું. હાફ ટાઈમની વ્હીસલ વાગી તે પહેલાં સચિને એંકલ હોલ્ડનો પ્રયાસ કરતા બુલ્સના ડિફેન્ડર મહેન્દ્ર સિંઘની પકડમાંથી છટકી જઈને અત્યંત ચપળતા દાખવી હતી.
સચિનના ટચ પોઈન્ટસથી જાયન્ટસના પોઈન્ટસના આંકડા તો વધતા જ ગયા હતા પણ સાથે સાથે રોહિત ગુલીયા અને જીબી મોરેને પણ હરિફ પક્ષને નુકશાન પહોંચાડવાની પ્રેરણા આપી હતી. મેચની પ્રથમ 20 મિનિટમાં જ બુલ્સ બે વખત ઑલ આઉટ થઈ ગયા હતા. હાફ ટાઈમ વખતે ગુજરાત 21-10થી આગળ હતુ. “ગત વર્ષની ફાઈનલ ગુમાવ્યા પછી અમે અમારી ભૂલો સુધારી લીધી હતી અને આ વખતે વખતે ટેકલ કરવાની ખાસ વ્યુહરચના સાથે આગમન કર્યું હતું અને અમને તેમાં સફળતા મળી છે” તેવુ કોચ નીર ગુલીયાએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે