રાયડુના સંન્યાસ વિશે ચીફ સિલેક્ટરનું મોટું નિવેદન, કહી દીધું કે...

રાયડુના ‘3D’ ટ્વીટ અને સંન્યાસ વિશે એમએસકે પ્રસાદે જવાબ આપ્યો છે

રાયડુના સંન્યાસ વિશે ચીફ સિલેક્ટરનું મોટું નિવેદન, કહી દીધું કે...

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ (MSK Prasad) દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે ભારત વર્લ્ડ કપ  (World Cup 2019)માંથી બહાર થયું એ પછી પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુ (Ambati Rayudu)એ જે 3ડી ટ્વીટ કરી હતી એનો તેમણે પુરો આનંદ માણ્યો છે. વિશ્વ કપની ટીમમાં પસંદગી ન થવાના કારણે રાયડુએ નિરાશ થઈને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. 

પ્રસાદે વેસ્ટઇન્ડિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પછી કહ્યું હતું કે, "રાયડુ ટીમ સેટઅપમાં ક્યાં ફીટ થાય છે એ જાણવા માટે અનેક પ્રોગ્રામના વિચારવામાં આવ્યા હતા. પસંદગી સમિતી કોઈ એક ખેલાડીની વિરૂદ્ધમાં નથી હોતી. નાયડુનો સમાવેશ જ્યારે તેના ટી20ના પ્રદર્શનના આધારે વનડેમાં કરવામાં આવ્યો હતો ત્યારે પણ અમારી ટીકા કરવામાં આવી હતી. જોકે કોઈ પણ ખેલાડીની પસંદગી યોગ્ય કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે."

વિશ્વકપ-2019મા બે ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા છતાં તક ન મળવા પર અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. રાયડુને વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતની પસંદગી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news