ICC હોલ ઓફ ફેમમાં સત્તાવાર રીતે સામેલ થયો 'ધ વોલ દ્રવિડ'

આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર રાહુલ દ્રવિડ પાંચમો ભારતીય ક્રિકેટર છે. 

 ICC હોલ ઓફ ફેમમાં સત્તાવાર રીતે સામેલ થયો 'ધ વોલ દ્રવિડ'

તિરૂવનંતપુરમઃ ક્યારેક ભારતીય બેટીંગની દિવાલ રહેલા દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને સત્તાવાર રીતે 'આઈસીસી હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યો છે. દ્રવિડને તિરૂવનંતપુરમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી પાંચમી વનડે મેચની શરૂઆત પહેલા હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. 

બીસીસીઆઈએ આ સેરેમનીનો વીડિયો પોસ્ટ કર્યો. દ્રવિડને વદુ એક ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કેપ આપી હતી. 

આઈસીસી દ્વારા જુલાઈમાં જાહેર થયેલી પ્રેસ રીલિઝ પ્રમાણે રાહુલ દ્રવિડે કહ્યું હતું, આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં જગ્યા બનાવવી ખરેખર ગર્વની વાત છે. દ્રવિડ હાલમાં ભારત-એ અને અન્ડર-19 ટીમનો કોચ છે. 

— BCCI (@BCCI) November 1, 2018

જુલાઈમાં ડબલિનમાં યોજાયેલી સેરેમનીમાં આઈસીસીએ રાહુલ દ્રવિડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઈંગ્લેન્ડની મહિલા વિકેટકીપર બેટ્સમેન ક્લેયર ટેલરને ક્રિકેટમાં તેમના યોગદાન માટે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

— BCCI (@BCCI) November 1, 2018

દ્રવિડ પાંચમો ભારતીય છે જેને આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ થયો છે. આ પહેલા બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને 2009માં હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તો અનિલ કુંબલેને 2015માં હોલ  ઓફ ફેમમાં સ્થાન મળ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news