ટીમ ઈન્ડિયાને નુકશાન પહોંચાડી રહ્યો છે અહંકારઃ રામચંદ્ર ગુહા

ઈતિહાસકાર અને બીસીસીઆઈમાં પૂર્વ પ્રશાસક રહેલા રામચંદ્ર ગુહાએ વિરાટ કોહલીના વર્તનની આલોચના કરી છે. ગુહાએ તેના વ્યવહાર તથા રમત અને તેની કેપ્ટનશીપ સાથે જોડાયેલા ઘણા મુદ્દા ઉઠાવ્યા છે. 

 

ટીમ ઈન્ડિયાને નુકશાન પહોંચાડી રહ્યો છે અહંકારઃ રામચંદ્ર ગુહા

નવી દિલ્હીઃ ઈતિહાસકાર અને બીસીસીઆઈ પૂર્વ પ્રશાસક રહેલા રામચંદ્ર ગુહાએ વિરાટ કોહલીના વર્તનની આલોચના કરી છે. ગુહાએ તેની રમત, વ્યવહાર અને તેની કેપ્ટનશીપને લઈને અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. ગુહાએ લેખના માધ્યમથી કોહલીની રમતના વખાણ કરતા તેની આલોચના પણ કરી છે. ખાસ કરીને ગુહાએ બીસીસીઆઈમાં વિરાટના વધતા કદને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. ગુહા ક્રિકેટના કામકાજ જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરના સભ્ય પણ હતા. તેમણે ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટારનો હવાલો આપીને ચાર મહિનામાં આ પદ્દ છોડી દીધું હતું. 

કોલકત્તા ટેલીગ્રાફમાં પ્રકાશિત થયેલા આ લેખમાં તેમણે કહ્યું કે માર્ચ 2016માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 2012માં બેંગ્લોર ટેસ્ટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ, એડિલેડ ટેસ્ટમાં વિરાટના પ્રદર્શનને જોયા બાદ તેના મગજમાં નાનપણથી બનેલી છબી એક નવો આકાર લેવા લાગી હતી અને તેની નવી ટીમ ઓલ ટાઈમ ઈન્ડિયા ઇલેવનમાં સચિન, ગાવસ્કર, દ્રવિડ, સહેવાગની સાથે વિરાટની જગ્યા નક્કી થઈ ગઈ હતી.

તેમણે વિરાટને કરિશ્માઈ ખેલાડી ગણાવ્યો, પરંતુ તેમના ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન બીસીસીઆઈમાં વિરાટના વધતા કદને બીજજરૂરી ગણાવ્યો. 

વિરાટને લઈને સીબીબીઆઈ પર નિશાન 
ગુહાએ વિરાટને બીસીસીઆઈ દ્વારા આપવામાં આવતા વધારે મહત્વની પણ ટીક્કા કરી છે. તેમણએ કહ્યું કે, બોર્ડના અધિકારી કોહલીને એટલો પૂજે છે, તેટલા તો કેન્દ્ર સરકારમાં કેબિનેટના મંત્રી વડાપ્રધાનને પૂજતા નહીં હોય. ગુહાએ બીસીસીઆઈને વિરાટના અહંકાર સામે સમર્પણની સંસ્થા ગણાવી છે. તેમણે કહ્યું કે, વિરાટને લોકો અને વસ્તુને કાબુમાં રાખવાનું સરળતાથી આવડે છે. ત્યાં સુધી કે દરેક મહત્વના નિર્ણયોમાં ભારતીય કેપ્ટનની સલાહ લેવામાં આવે છે. 

ગુહાએ કહ્યું કે, મેદાન અને મેદાનની બહાર માત્ર વિરાટ જ દેખાય છે. તે ભારતીય રમત ઈતિસાહનું અનોખું ઉદાહરણ છે. તેમણે કોહલીની સમકક્ષ માત્ર અનિલ કુંબલેને ગણાવ્યા. તેમણે કહ્યું કે કુંબલેને જવાનું કારણ પણ આજ બન્યું. ગુહાએ પસંદગી સમિતિ પર પણ નિશાન સાધતા કહ્યું કે સચિન, ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વિનોદ રાય કોહલીથી ડરેલા હતા. ત્યારે તો ટોમ મુડી અને અન્યની સામે રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news