રિષભ પંત હશે T20I ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો 8મો કેપ્ટન, લિસ્ટમાં આ દિગ્ગજો છે સામેલ

સાઉથ આફ્રિકા સામે ટી20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં બહાર થઈ ગયો છે. હવે તેના સ્થાને રિષભ પંત ટીમની કમાન સંભાળશે. 

રિષભ પંત હશે T20I ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો 8મો કેપ્ટન, લિસ્ટમાં આ દિગ્ગજો છે સામેલ

નવી દિલ્હીઃ 9 જૂન 2022ના ટીમ ઈન્ડિયાને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલના રૂપમાં 8મો કેપ્ટન મળ્યો હતો, પરંતુ નિયતીને આ મંજૂર નહોતું. કિસ્મતે કેએલ રાહુલ પાસેથી ભારતીય ટીમનો નાના ફોર્મેટમાં 8મો કેપ્ટન બનવાનું ગૌરવ છીનવી લીધુ. હવે ભારતીય ટીમના ટી20 ક્રિકેટમાં 8મો કેપ્ટન વિકેટકીપર બેટર રિષભ પંત હશે, કારણ કે રાહુલ ઈજાને કારણે આફ્રિકા સામે રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડ અને પસંદગી સમિતિએ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝમાંટ ટીમની કમાન સોંપી હતી, પરંતુ મેચના એક દિવસ પહેલાં રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. હવે યુવા વિકેટકીપર બેટર રિષભ પંત ટીમની કમાન સંભાળશે. 

પંતને આ સિરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે પંત કેપ્ટન બનતા હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યા-ક્યા દિગ્ગજ ખેલાડીઓએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત  કેપ્ટનશિપ કરી છે અને ક્યો તે ખેલાડી છે જેણે ભારત માટે સૌથી વધુ વખત ટીમની કમાન સંભાળી છે? જો નથી જાણતા તો આ માહિતી તમારા માટે છે. 

અત્યાર સુધી સાત ખેલાડીઓ ક્રિકેટના નાના ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી ચુક્યા છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનો પ્રથમ કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ હતો, જેણે 2006માં ટીમનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ એમએસ ધોનીએ 72, સુરેશ રૈનાએ 3, અજિંક્ય રહાણેએ 2, વિરાટ કોહલીએ 50, રોહિત શર્માએ 28 અને શિખર ધવને 3 મેચમાં ટીમની કમાન સંભાળી છે. 

ભારતના ટી20 કેપ્ટનોનું લિસ્ટ
1. વિરેન્દ્ર સેહવાગ (1 મેચ)
2. એમએસ ધોની (72 મેચ)
3. સુરેશ રૈના (3 મેચ)
4. અજિંક્ય રહાણે (2 મેચ)
5. વિરાટ કોહલી (50 મેચ)
6. રોહિત શર્મા (28 મેચ)
7. શિખર ધવન (3 મેચ)
8. ઋષભ પંત (ગુરુવાર 9મી જૂન 2022ના રોજ પહેલી મેચ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news