સચિન, ગાંગૂલી, દ્રવિડ બધા આઉટ થઈ જતાં ત્યારે હંમેશા આ ખેલાડી બચાવતો હતો ભારતની ઈજ્જત!
નવાઈની વાત એ પણ છેકે, ભારતીય ટીમના પૂર્વ ઑલરાઉન્ડર જેનો જન્મ વેસ્ટ ઈન્ડિઝમાં થયો અને વેસ્ટ ઈન્ડિઝ સામે જ કર્યું પોતાનું ડેબ્યૂ.
Trending Photos
નવી દિલ્હીઃ આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ભારતના ઓલટાઈમ બેસ્ટ ઓલરાઉન્ડર કહેવાતા રોબિન સિંહની. જેમણે એમને રમતા જોયા છે એમને ખ્યાલ છેકે, એક દૌર હતો જ્યારે ટીમ ઈન્ડિયામાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલર, સૌરવ ગાંગૂલી અને રાહુલ દ્રવિડ સહિત એક બાદ એક બધા આઉટ થઈ જતાં ત્યારે આ એક ખેલાડી છે જે મેદાનમાં ઉભો રહીને ભારતની ઈજ્જત બચાવતો હતો. એ ખેલાડી એટલે રોબિન સિંહ. જેમણે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધામાં ગ્રાઉન્ડ પર પોતાનું ઉત્તમ પ્રદર્શન આપીને ટીમને ઘણી મેચ જીતાડી હતી.
ઘણાં ઓછા લોકો એ વાત જાણતા હશે કે, રોબિન સિંહ એવા ઈન્ડિયન ક્રિકેટર છે, જેમનો જન્મ વેસ્ટ ઈન્ડિઝમાં થો અને ક્રિકેટ તેઓ ભારત માટે રમ્યા. અને સૌથી મોટી વાત એ છે કે, તેમણે પોતાનું ડેબ્યૂ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે જ કર્યું હતું. રોબિન સિંહનો જન્મ ત્રિનિદાદમાં થયો હતો. અને તેમનું આખું નામ રબીંદ્ર રોબિન સિંહ હતું. પરંતુ તેઓ બાદમાં રોબિન સિંહના નામથી મશહૂર થયા. 90ના દાયદામાં ક્રિકેટર રોબિન સિંહ બે વસ્તુઓ માટે મશહૂર હતા. એક તો વન ડેના સ્પેશિયાલિસ્ટ ખેલાડી તરીકે અને બીજું પોતાની ચુસ્ત ફિલ્ડિંગ માટે.
ક્રિકેટર બનવાની કહાની છે રસપ્રદ-
ત્રિનિદાદમાં જન્મેલા રોબિનસિંહના માતા-પિતા તેઓ 21 વર્ષના હતા ત્યારે ભારત આવી ગયા હતા. રોબિન સિંહને પહેલાથી જ ક્રિકેટમાં રસ હતો. અને એટલે જ ક્રિકેટમાં કરિયર બનાવવા માટે તેમણે ત્રિનિદાદ અને ટોબેગોની નાગરિકતા છોડી દીધી. પહેલા તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ માટે રમતા હતા. અને તેમની કેપ્ટનશિપમાં 33 વર્ષ બાદ તમિલનાડુ રણજી ચેમ્પિયન બન્યું. બસ આવી જ રીતે તેમની ક્રિકેટ કરિયર આગળ વધતી રહી.
જન્મ્યા તે દેશની સામે જ ડેબ્યુ-
વર્ષ 1989માં રોબિન સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટ સામે ડેબ્યૂ કર્યું. અને એ ડેબ્યૂ તેમણે એ જ દેશ સામે કર્યું, જેમાં તેઓ જન્મ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે તેઓ રમ્યા. જો કે, બાદમાં સાત વર્ષ સુધી તેઓ ટીમમાં જગ્યા નહોતા બનાવી શક્યા. જો કે વર્ષ 1996માં તેમણે જોરદાર કમબેક કર્યું અને 2001 સુધી ઑલ રાઉન્ડર તરીકે ટીમનો ભાગ રહ્યા. રોબિન સિંહે પોતાના કિયરમાં 136 વન ડે રમ્યા, જેમાં 2336 રન તેમણે બનાવ્યા છે.
રોબિનનો આ રેકોર્ડ છે અતૂટ-
રોબિન સિંહ પોતાના સમયમાં જમણેરી મીડિયમ પેસર હતા અને ડાબા હાથથી બેટિંગ કરતા હતા. તેમણે ભારત માટે એક ટેસ્ટ અને 136 વન ડે રમ્યા. પરંતુ રોબિને શ્રીલંકાની સામે વન ડેમાં બે વાર એક જ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપીને એવો રેકોર્ડ બનાવ્યો જે અથ્યાર સુધી કાયમ છે. રોબિનનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.
(તસવીર સૌજન્યઃ ટ્વિટર)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે