Team India: રોહિત-વિરાટની આ હરકતથી બીસીસીઆઈ નારાજ, બંને વિરુદ્ધ લેવાઈ શકે છે એક્શન
Rohit Sharma And Virat Kohli: રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બંને ખેલાડીઓ વિરુદ્ધ બીસીસીઆઈ પગલા ભરી શકે છે.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડના પ્રવાસની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને ટીમના કેપ્ટન રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેનાથી બીસીસીઆઈ ખુબ નારાજ છે અને બંને ખેલાડીઓ વિરુદ્ધ પગલા ભરવામાં આવી શકે છે.
આ વાયરલ તસવીરોથી થયો વિવાદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી 17 જુલાઈ વચ્ચે એક ટેસ્ટ, 3 ટી20 અને 3 મેચોની વનડે સિરીઝ રમાશે. સિરીઝની શરૂઆત પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી લંડનના રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે માસ્ક પહેર્યા વગર ફેન્સ સાથે તસવીર ક્લિક કરાવી હતી. રોહિત અને વિરાટની આ હરકતથી બીસીસીઆઈ ખુબ નારાજ છે.
આ પણ વાંચોઃ કયા દેશમાં વધારે મેચ રમશે ટીમ ઈન્ડિયા? જાણો ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 6 મહિનાનું શેડ્યૂલ
BCCI કરી શકે છે કાર્યવાહી
ટીમના સીનિયર ખેલાડીઓની આ હરકતથી બોર્ડ નારાજ છે અને બંને ખેલાડીઓને ચેતવણી આપી શકે છે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધુમલે ઇનસાઇડસ્પોર્ટ્સને કહ્યું, ઈંગ્લેન્ડમાં કોરોનાનો ખતરો ઓછો હોવા છતાં ખેલાડીઓએ વધુ સાવચેત રહેવું જોઈએ. અમે ટીમના ખેલાડીઓને સાવધાન રહેવા માટે કહીશું. તેવા પણ સમાચાર છે કે રોહિત અને વિરાટે માસ્ક પહેર્યા વગર શોપિંગ પણ કર્યું હતું.
કોરોનાને કારણે રદ્દ થઈ હતી સિરીઝ
આ એકમાત્ર ટેસ્ટ પાછલા વર્ષે કોરોનાને કારણે રદ્દ થયેલી પાંચમી ટેસ્ટની ભરપાઈ કરવા માટે રમાશે. તેવામાં બીસીસીઆઈ ખેલાડીઓને છુટ આપવા ઈચ્છતું નથી. બ્રિટનમાં કોરોનાના દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડમાં કોરોનાના વધતા કેસને જોતા બીસીસીઆઈ નથી ઈચ્છતું કે ખેલાડીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે