Video: વિશ્વકપમાં હાર બાદ શું કરી રહ્યો છે રોહિત શર્મા, તેની પુત્રી સમાયરાએ આપ્યો જવાબ
રોહિત શર્મા પ્રથમવાર વનડે વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો હતો. તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વિશ્વકપ 2023ની ફાઈનલમાં પહોંચી હતી. રોહિતની પુત્રી સમાયરાએ પોતાના પિતા વિશે અપડેટ આપ્યા છે.
Trending Photos
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની વિશ્વ કપ 2023ના ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દુખી છે. કેપ્ટન રોહિત શર્મા તો ગ્રાઉન્ડની બહાર જતા સમયે રડતો જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા. તો કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાના આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. રોહિત શર્માની ટીમ સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતનું સપનું તોડી દીધુ હતું. સોશિયલ મીડિયા પર રોહિત શર્માની પુત્રી સમાયરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે તેના પિતા આ સમયે કઈ સ્થિતિમાં છે અને કયાં સુધી તેમના ચહેરા પર હાસ્ય જોવા મળશે.
તે પોઝિટિવ છે
સોશિયલ મીડિયા એક્સ પર 46thcenturywhenRohit નામના એક યૂઝરે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રોહિત શર્માની પત્ની રિતિકા (Ritika Sajdeh)અને તેની પુત્રી સમાયરા (Samaira) કયાંક જઈ રહ્યાં છે. વીડિયોમાં જ્યારે પુત્રી સમાયરાને તે પૂછવામાં આવે છે કે રોહિતને કેમ છે? તેના પર સમાયરા કહે છે- તે રૂમમાં છે અને હવે તે લગભગ પોઝિટિવ છે. એક મહિનાની અંદર તે ફરી હસવા લાગશે.
The way she answered 🥹❤
Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP
— 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023
રોહિતે 11 મેચમાં ફટકાર્યા 597 રન
રોહિત શર્મા આ વિશ્વકપમાં ટીમની આગેવાની કરી રહ્યો હતો. તેણે દરેક મેચમાં ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ વિશ્વકપ 2023માં 11 મેચમાં 597 રન ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં સર્વાધિક રન બનાવવાના મામલામાં તે વિરાટ કોહલી બાદ બીજા નંબર પર હતો. રોહિત શર્માએ 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તો વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સર્વાધિક 765 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા આ સમયે 36 વર્ષનો છે. આગામી વનડે વિશ્વકપ 2027માં રમાવાનો છે. એટલે કે ચાર વર્ષ બાદ આ મેગા ઈવેન્ટનું આયોજન થશે. વિશ્વકપ ફાઈનલમાં મળેલી હાર બાદ રોહિત શર્માના કરિયર પર સવાલ ઉઠવા લાગ્યા છે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે લાંબા સમયથી ટી20 મેચ પણ રમ્યો નથી. હવે જોવાનું તે રહેશે કે રોહિત શર્મા તેના ભવિષ્ય અંગે શું નિર્ણય કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે