સાંભળીને આનંદ આવી ગયો: ગુજરાતમાં ગમે ત્યાં સારવાર કરાવો, હવેથી તમામ મેડિક્લેમ કેશલેશ
નવા નિયમો પ્રમાણે હોસ્પિટલ અને ઈન્શ્યોરન્સ કંપનીઓએ સીધો ક્લેમ સેટલ કરવાનો રહેશે. એપ્રિલ મહિનાથી ઈન્શ્યોરન્સ પોલિસી અંગે આવશે બદલાવ. પોલિસીમાં શેનો સમાવેશ છે અને શું બાકાત છે તેની જાણકારી પણ મેડિક્લેમ ધારકને આપવી પડશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત સહિત દેશભરના મેડિક્લેમ ધારકો માટે ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવેથી તમામ મેડિક્લેમ કેશલેસ થવા જઈ રહ્યા છે. જી હા... તમે જે હોસ્પિટલમાં સારવાર લો છો તે વીમા કંપની સાથે જોડાયેલી છે કે નહીં તે જોવામાં નહીં આવે. એટલે કે, દેશમાં હેલ્થ ઈન્શ્યોરન્સ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી રહી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ અંગેના તમામ ક્લેમ હવે કેશલેસ થઈ જશે. આ નવા નિયમોમાં ફેરફારનો અમલ આગામી એક વર્ષમાં થશે.
પોલિસીમાં શેનો સમાવેશ છે અને શું બાકાત છે તેની જાણકારી આપવી પડશે
નવા નિયમો પ્રમાણે હોસ્પિટલ અને ઈન્શ્યોરન્સ કંપનીઓએ સીધો ક્લેમ સેટલ કરવાનો રહેશે. એપ્રિલ મહિનાથી ઈન્શ્યોરન્સ પોલિસી અંગે આવશે બદલાવ. પોલિસીમાં શેનો સમાવેશ છે અને શું બાકાત છે તેની જાણકારી પણ મેડિક્લેમ ધારકને આપવી પડશે. ઈરડાએ આ પરિપત્ર જાહેર કરીને મેડિક્લેમ ધારકોને જાણકારી આપી છે.
મેડિક્લેમ ધારકોના અચ્છે દિન આવવા જઈ રહ્યા છે.
અત્યાર સુધી નોન નેટવર્ક હોસ્પિટલોમાં સારવાર કરાવ્યા પછી મેડિક્લેમ ધારકોએ સારવારનો ખર્ચ એડવાન્સમાં ભરવો પડતો હતો અને સારવાર પછી સારવારના ખર્ચનાં બિલ માટે ક્લેમ કરવો પડતો હતો. આ કારણે અનેક મેડિક્લેમ ધારકો હેરાન પરેશાન થઈ જતા હતા અને વીમા કંપનીઓ રીતસર મેડિક્લેમ ધારકોને પૈસા માટે ટટળાવતી હતી. પરંતુ હવે તેમની મનમાની પર રોક લાગવા જઈ રહી છે અને મેડિક્લેમ ધારકોના અચ્છે દિન આવવા જઈ રહ્યા છે.
ઈન્સ્યોરન્સ ક્લેમ અંગેના વિવાદોનો 90 દિવસમાં જ નિકાલ
આ ઉપરાંત ઈરડાએ જાહેરાત કરી છે કે ઈન્સ્યોરન્સ કંપનીઓ સામેની ફરિયાદો માટે માત્ર ગ્રાહક સુરક્ષા જ એકમાત્ર વિકલ્પ નથી. ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ સીધી વીમા લોકપાલમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. દેશભરમાં વીમા લોકપાલની 17 કચેરીઓ કાર્યરત છે. અમદાવાદમાં આવેલી વીમા લોકપાલ કચેરીમાં ગુજરાતના નાગરિકો વીમા સંબંધિત બાબતોની સીધી ફરિયાદ કરી શકે છે. ઈન્સ્યોરન્સ ક્લેમ અંગેના વિવાદોનો 90 દિવસમાં જ નિકાલ લાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે