વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, આ ટ્રેનોનો આબાદ બચાવ, પોલીસે શરૂ કરી તપાસ
વડોદરામાં રેલવે ટ્રેક પર મેટલ ફેનસિંગ પોલ મૂકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Trending Photos
વડોદરાઃ વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અહીં પાછલી રાત્રે વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે અજાણ્યા વ્યક્તિએ મેટલ ફેન્સિંગ પોલ મૂકી ષડયંત્ર રચ્યું હતું. સહનસિબે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી ટ્રેનનો આબાદ બચાવ થયો હતો. હવે રેલવે પોલીસ અને આરપીએફ સાથે સંકલન કરી આ ઘટનાની તપાસ કરશે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે. જિલ્લા પોલીસવડા રોહન આનંદે આ મામલાની ગંભીરતા જોતા તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનીક પોલીસની ટીમ બનાવાય છે. આરપીએફ સાથે મળીને આ ઘટનાની તપાસ કરશે.
આ અંગે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 27 ઓગસ્ટે વડોદરાથી સુરત જવાના ટ્રેક પર વરસાડા ગામની સીમમાં આવેલા વરણામા રેલવે સ્ટેશનથી ઈટોલા સ્ટેશન વચ્ચે ઓખાથી શાલીમાર ટ્રેનના એન્જિન વચ્ચે કંઈક અથડાયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવેના કર્મચારી ત્યાં પહોંચ્યા હતા. ત્યાં રેલવે લાઈનની બાજુમાં એક મેટલ એન્સિંગ પોલ પડેલો હતો. રેલવે ફાટક તરફ જતા બે પાટા વચ્ચે ફીટ કરવામાં આવેલ સીમેન્ટના પોલ પર ઘસારાના નિશાન હતા. આ પોલ આશરે પોણા આઠ ફૂટ લંબાઈનો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે