રોહિત શર્માની બેટિંગનો ચાહક છે જોસ બટલર, પ્રશંસામાં કરી આ વાત

બેટિંગમાં સરળતા, ભારતના ઘણા ખેલાડીઓ પાસે આ શાનદરા સ્ટાઈલ છે. તે લાંબા સમયથી શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. મને તેની બેટિંગ અને વગર કોઈ પ્રયાસના લોકોને મુશ્કેલીમાં મુકવાની રીત પસંદ છે

રોહિત શર્માની બેટિંગનો ચાહક છે જોસ બટલર, પ્રશંસામાં કરી આ વાત

નવી દિલ્હી: ઇગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલર (Jos Buttler)એ રોહિત શર્મા (Rohit Sharma)ની પ્રશંસા કરતા ભારતના બેટ્સમેનને સારો ખેલાડી ગણાવ્યો છે. જે વધારે પ્રયાસ કર્યા વગર મોટી સદી ફટકારી વિરોધી ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. રાજસ્થાન રોયલ્સના પેજ પર બટલરે ઇન્સ્ટાગ્રામ લાઇવ સત્ર દરમિયા કહ્યું, મને લાગે છે કે, રોહિત શર્મા શાનદાર ખેલાડી છે.

Ep 3 of The Royals Podcast with @ish_sodhi, coming TONIGHT at 8 PM! #RoyalsFamily | #HallaBol pic.twitter.com/rInFKByfcJ

— Rajasthan Royals (@rajasthanroyals) April 14, 2020

તેણે કહ્યું, બેટિંગમાં સરળતા, ભારતના ઘણા ખેલાડીઓ પાસે આ શાનદરા સ્ટાઈલ છે. તે લાંબા સમયથી શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. મને તેની બેટિંગ અને વગર કોઈ પ્રયાસના લોકોને મુશ્કેલીમાં મુકવાની રીત પસંદ છે. રોહિતને સીમિત ઓવરના ફોર્મેટના દુનિયાનો બેસ્ટ ખેલાડીમાંથી એક માનવામાં આવે છે અને તે આઈસીસી વનડે બેટિંગ રેકિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાદ બીજા નંબર પર છે. મુંબઇનો આ બેટ્સમેન દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. રોહિતે 2019 વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી વર્લ્ડ કપની મેચોમાં સૌથી વધુ સદી ફટકારના સચિન તેંદુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી અને તે 648 રન સાથે ટૂર્નામેન્ટનો મુખ્ય સ્કોરર રહ્યો હતો.

આઈપીએલ 2016 અને 2017માં રોહિતની સાથે મુંબઇ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમનો ભાગ રહેલા બટલરે કહ્યું, રોહિતની સાથે મેં જે વસ્તુ જોઈ છે તેમાંથી એક છે કે, જો તે પીચ પર સેટ થઈ જાય છે તો તે મોટી ઈનિંગ્સ રમે છે અને મેચને ઘણી પ્રભાવિત કરે છે. ગત વર્ષ વર્લ્ડ પરમાં તેણે 4-5 સદી ફટકારી હતી. બટલરનું માનવું છે કે, ભારતીય ખેલાડી હવે ઉછળતા બોલનો સામનો કરવા માટે સારી પરિસ્થિતિમાં છે.

તેણે કહ્યું, મને લાગે છે કે, થોડા વર્ષ પહેલા લોકો ભારતીય ખેલાડીઓની સામે શોર્ટ પિચ બોલનો ઉપયોગ કરતા હતા પરંતુ રોહિત તેના પર મોટા શોટ રમે છે. ત્યારબાદ જો તમે ફૂલ લેન્થનો બોલ નાખો છો તો તે તેને પણ મેદાનની બહાર મોકલી દે છે.
(ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news