IND vs WI: રોહિત શર્માનો દિવાળી ધમાકો, ટી-20માં ફટકારી વર્લ્ડ રેકોર્ડ ચોથી સદી

ભારતીય ઓપનર રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી-20 દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. 
 

  IND vs WI: રોહિત શર્માનો દિવાળી ધમાકો, ટી-20માં ફટકારી વર્લ્ડ રેકોર્ડ ચોથી સદી

લખનઉઃ હિટમેન રોહિત શર્માએ લખનઉ ટી-20માં 11 રન બનાવવાની સાથે ભારત તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ભારતના નિયમિત કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે. વિરાટે અત્યાર સુધી 62 ટી-20 મેચોમાં 2102 રન બનાવ્યા છે, જ્યારે રોહિત 2103 રન બનાવીને તેનાથી આગળ નિકળી ગયો છે. આ સાથે તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારવાના મામલે નંબર વન પર આવી ગયો છે. હવે તેના નામે ચાર સદી થઈ ગઈ છે. 

ટી-20માં સૌથી વધુ સદી રોહિતના નામે
રોતિહ શર્મા ચોથી સદી ફટકારવાની સાથે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રોહિત અને મુનરોના નામે સંયુક્ત હતો. બંન્નેના નામે 3-3 સદી હતી. હવે રોહિતના નામે ચાર સદી થઈ ગઈ છે. 

ભારત માટે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન
2170 રોહિત શર્મા
2102 વિરાટ કોહલી
1605 સુરેશ રૈના
1487 મહેન્દ્ર સિંહ ધોની
1177 યુવરાજ સિંહ

ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો રોહિત 
ટીમ ઈન્ડિયાના હેટમેન રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે. 

ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન

103 ક્રિસ ગેલ (વેસ્ટઈન્ડિઝ)/ માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ)

94 રોહિત શર્મા (ભારત)

91 બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)

83 શેન વોટસન (ઓસ્ટ્રેલિયા)/ કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ)

79 ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)/ એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news