ધોનીના ગ્લવ્સમાં 'બલિદાન બેજ', જાણો શું કહે છે આઈસીસીના નિયમ
આઈસીસી પ્રમાણે કોઈપણ પ્લેયરને ત્રણથી વધુ લોગોની પોતાના ડ્રેસ પર ઉપયોગ કરવાની મંજૂરી ન આપી શકાય. ગ્લવ્સ પર માત્ર મેન્યુફેક્ચરરનો જ લોકો હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં એમએસ ધોનીના ગ્લવ્સ પર ભારતીય સેનાના 'બલિદાન બેજ'ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઈસીસીએ આ સંબંધમાં બીસીસીઆઈને અપીલ કરી છે કે તે ગ્લવ્સમાંથી બેજ હટાવે. બીજી તરફ બીસીસીઆઈ સહિત દેશની ખેલ હસ્તિઓએ ધોનીનું સમર્થન કરતા કહ્યું કે, તેમાં કંઇ ખોટું નથી અને તેણે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. બીસીસીઆઈએ તેની મંજૂરી માટે આઈસીસીને પત્ર પણ લખ્યો છે. આવો જાણીએ આવા મામલા પર શું કહે છે આઈસીસીનો ડ્રેસ કોડ...
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના લોકો અને ડ્રેસ કોડ પ્રમાણે કોઈપણ ખેલાડી નક્કી કરેલા ડ્રેસમાં છેડછાડ કરી શકતો નથી. ત્યાં સુધી કે બીજા કોઈપણ પ્રકારના કલરનો પણ ઉપયોગ કરી શકાય નહીં. ડ્રેસ સંપૂર્ણ રીતે સાફ હોવો જોઈએ અને તેના કલરમાં પણ કોઈ પરિવર્તન ન થવું જોઈએ.
- આઈસીસી પ્રમાણે કોઈપણ પ્લેયરને ત્રણથી વધુ લોગોની પોતાના ડ્રેસ પર ઉપયોગ કરવાની મંજૂરી ન આપી શકાય. ગ્લવ્સ પર માત્ર મેન્યુફેક્ચરરનો જ લોકો હોઈ શકે છે.
- નિયમો પ્રમાણે કોઈપણ ખેલાડી, બોર્ડ કે સંસ્થા કોઈ વિશેષ લોગો કે ફેરફાર માટે પહેલા મંજૂરી લેવી પડશે. આઈસીસીની મંજૂરી મળ્યા બાદ ડ્રેસમાં કોઈ ફેરફારની સાથે ખેલાડી ઉતરી શકે છે.
- ખેલાડી અને ટીમના અધિકારીઓને આર્મ બેન્ડ કે ડ્રેસના માધ્યમથી કોઈ ખાનગી સંદેશો આપવાની મંજૂરી નથી. પરંતુ આઈસીસીના ક્રિકેટ ઓપરેશન ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા બાદ આમ કરી શકાય છે. આઈસીસીના નિયમો પ્રમાણે કોઈપણ પ્રકારના રાજકીય, ધાર્મિક કે નસ્લીય સંદેશને જાહેર કરવાની મંજૂરી ન મળી શકે. શંકાને પૂરી કરતા આઈસીસીએ પોતાના નિયમમાં તે પણ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ બોર્ડ કે ટીમ કોઈ સંદેશને લઈને મંજૂરી આપે છે અને આઈસીસી અસહમત છે તો અંતિમ નિર્ણય આંતરરાષ્ટ્રીય સંસ્થાનો માનવામાં આવશે.
શું ધોની પર બને છે કોઈ મામલો
આઈસીસીના આ નિયમોથી સ્પષ્ટ છે કે ધોની પર કોઈપણ પ્રકારના કોડના ઉલ્લંઘનનો મામલો બનતો નથી. તેનું કારણ છે કે ધોનીના આ બેજને કારણે તેને કે પછી બીસીસીઆઈએ નક્કી કરેલા નિયમો પ્રમાણે આઈસીસીની પહેલા મંજૂરી લેવી જોઈએ. હવે બીસીસીઆઈએ મંજૂરી માટે આઈસીસીને પત્ર લખ્યો છે. તેવામાં તે માની શકાય કે બીસીસીઆઈના પત્ર પર આઈસીસીના નિર્ણય સાથે આ વિવાદ પૂરો થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે