જાણો, ભારતમાં ક્યારે શરૂ થશે ઓલિમ્પિક માટે ટિકિટનું વેચાણ

આગામી વર્ષે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ટિકિટોની માગ અત્યારથી વધુ ગઈ છે.   

Updated By: Jul 30, 2019, 03:38 PM IST
જાણો, ભારતમાં ક્યારે શરૂ થશે ઓલિમ્પિક માટે ટિકિટનું વેચાણ

નવી દિલ્હીઃ વર્ષ 2020મા ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતમાં ટિકિટનું વેચાણ ઓગસ્ટમાં શરૂ થઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ એક નિવેદનમાં જણાવ્યું કે, ફેનેટિક સ્પોર્ટ્સ નામની કંપનીને ભારતમાં સત્તાવાર રૂપથી ટોક્યો ઓલિમ્પિક રમતોની ટિકિટ વેચાણની જવાબદારી આપવામાં આવી છે. 

મુંબઈ સ્થિત આ કંપની ઓગસ્ટમાં ટિકિટોનું વેચાણ શરૂ કરી શકે છે. આગામી વર્ષે યોજાનારા ઓલિમ્પિક માટે ટિકિટોની માગ અત્યારથી વધી ગઈ છે. 

હસન અલી-આરઝૂ પહેલા આ પાકિસ્તાની ક્રિકેટરોએ પણ કર્યાં છે ભારતીય યુવતી સાથે લગ્ન 

2016મા બ્રાઝીલમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માત્ર બે મેડલ જીતી શક્યું હતું.