World Cup 2019: હાર્દિક પંડ્યાના સ્થાનને લઈને સંજય માંજરેકરે કર્યું આ ટ્વીટ

સંજય માંજરેકરે આ ટિપ્પણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે પહેલા કરી હતી. આ મેચમાં પંડ્યા પ્રતિબંધ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો હતો. 

World Cup 2019: હાર્દિક પંડ્યાના સ્થાનને લઈને સંજય માંજરેકરે કર્યું આ ટ્વીટ

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને લાગે ચે કે, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આઈસીસી વિશ્વકપ 2019માં જસપ્રીત બુમરાહની હાજરીમાં ફુટ સ્ટ્રેન્થ સ્કોવડમાં સામેલ કરવો મુશ્કેલ છે. તેમને લાગે છે કે પંડ્યાએ જો ટીમમાં જગ્યા બનાવવી છે તો તેણે મિડલ ઓર્ડર બેટ્સમેનો સાથે સંઘર્ષ કરવો પડશે. 

સંજય માંજરેકરે આ ટિપ્પણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે પહેલા કરી હતી. આ મેચમાં પંડ્યાએ પ્રતિબંધ બાદ વાપસી કરી હતી. તેણે સપ્ટેમ્બર 2018 બાદ પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતા બે વિકેટ પણ ઝડપી હતી. 

એશિયા કપ 2018 દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પણ તે બહાર રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં વાપસી કરી પરંતુ અંતિમ ઇલેવનમાંથી બહાર રહ્યો હતો. 

ત્યારબાદ વનડે સિરીઝ શરૂ થતાં પહેલા હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ શોમાં મહિલાઓને લઈને કરેલી વિવાદીત ટિપ્પણીને કારણે વિવાદોમાં આવી ગયો હતો. તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત સપ્તાહે બીસીસીઆઈએ પ્રતિબંધ હટાવ્યા બાદ તેને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવ્યો હતો. 

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 28, 2019

ત્રીજી વનડેમાં તેને તક મળી હતી. તેની વાપસી શાનદાર રહી હતી. તેણે 45 રન આપીને બે વિકેટ ઝડપી અને સાથે શાનદાર ફીલ્ડિંગ પણ કરી હતી. પંડ્યાના આ પ્રદર્શન બાદ ગાંગુલી, સુનીલ ગાવસ્કર અને કેપ્ટન કોહલીએ પ્રશંસા કરી હતી. 

ગાવસ્કરે કહ્યું હતું કે, આ ઓલરાઉન્ડરનું પ્રદર્શન શાનદાર હતું. તેમ છતાં માંજરેકરને વિશ્વકપ 2019માં તેનું સ્થાન પાક્કુ દેખાતું નથી. 

માંજરેકરે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતની પાસે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર, ચહલ અને કુલદીપ યાદવ જેવા બેટ્સમેન છે. તેથી હાર્દિક પંડ્યાને રાયડૂ, કેદાર જાધવ અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેનો સામે કાંટાની ટક્કર કરવી પડશે. ત્યારે તે અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવી શકે છે. 

મહત્વનું છે કે કેપ્ટન વિરાટ કોહલી  પહેલા કહી ચુક્યો છે કે, પંડ્યા ન હોવાને કારણે ટીમનું સંતુલન બગડી જાય છે. ત્રીજી વનડે જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ માન્યું કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આવવાથી ટીમનું સંતુલન શાનદાર થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news