ISSF World Championship: એશિયન ગેમ્સ ચેમ્પિયન સૌરભે 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ
સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક હાંસલ કરી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો.
- અંજુમ અને અપૂર્વીએ ઓલોમ્પિક રમતની ટિકિટ હાંસલ કરી લીધી છે.
- સૌરભે 245.5 અંક બનાવી પોતાનો જ બનાવેલો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
- આઇએસએસએફ દ્વારા 15 સ્પર્ધાઓ માટે ઓલોમ્પિક રમતમાં કુલ 60 ટિકિટ આપવામાં આવશે.
Trending Photos
ચાંગવોન (દક્ષિણ કોરિયા): ISSF શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિભમાં ભારતીય શૂટર્સે સારૂ પ્રદર્શન દેખાયું છે. ગુરૂવારે સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્તલમાં ગોલ્ડ જીતીને કામયાબી હાંસલ કરી હતી. સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક બનાવી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો. તેની સાથે અર્જૂન સિંહ ચીમાએ પણ આ સ્પર્ધામાં બ્રોન્સ મેડલ જીત્યો છે. 16 વર્ષના સૌરભ ચૌધરીએ હાલમાં ઇન્ડોનેશિયામાં થયેલી 18મી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે 10 મીટર એર પિસ્ટલ નિશાનાબાજી સ્પર્ધામાં ફાઇનલમાં જીતી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બુધવારે ભારતીય કિશોર નિશાનાબાજો દિવ્યાંશ સિંહ પંવાર અને શ્રેયા અગ્રવાલે 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત જૂનિયર સ્પર્ધામાં બ્રોન્સ મેડલ પોતાના નામે કર્યું હતું. બંનેને બુધવારે ચાંગવાનમાં આયોજીત ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ભારતના 15 વર્ષીય દિવ્યાંશ અને 17 વર્ષીય શ્રેયાએ આ સ્પર્ધામાં ફાઇનલમાં 435 અંકોની સાથે ત્રીજા સ્થાન પર આવ્યા હતા.
આ પહેલા મંગળવારે ભારતીય શૂટર ઓમ પ્રકાસ મિથારવાલે ચાંગવાનમાં ચાલી રહેલી આઇએસએસએફ શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશ માટે પ્રથમ સિલ્વર મેડલ હાંસલ કર્યું હતું. મિથારવાલે પુરૂષોની 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. મિથારવાલ પહેલા ભારતીય શૂટર રહ્યો જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પહેલા જીતૂ રાયે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
What a brilliant show by our 16 yr old #TOPSAthlete #SaurabhChaudhary as he shot his way to a GOLD in Men’s Jr. 10m Air Pistol with a #JrWorldRecord score of 245.5 at @ISSF_Shooting World Championships in Changwon. #ArjunSinghCheema won BRONZE in the same event.
Well done champs! pic.twitter.com/KMpalDdOD3
— SAIMedia (@Media_SAI) September 6, 2018
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજીત થયેલી રાષ્ટ્રમંડળ રમતોમાં પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધા તથા 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્સ જીતનાર મિથારવાલે આઇએસએસએફ શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 50 મીટર પિસ્ટલ સ્પર્ધાના ફાઇનલમાં કુલ 564 અંક બનાવ્યા હતા. તે શીવાય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના જૂનિયર 50 મીટર પિસ્ટલ અને 50 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં પણ બે સિલ્વર મેડલ હાંસલ કર્યા છે.
અંજુમ અને અપૂર્વી હાંસલ કરી ઓલોમ્પિકની ટિકિટ
આ પહેલા ભારતીય મહિલા શૂટર-અંજુમ મોજગિલ અને અપૂર્વી ચંદાલાએ સોમવારે 2020માં ટોક્યોમાં રમાવનારી ઓલોમ્પિક રમતની ટિકિટ હાંસલ કરી લીધી છે. અંજુમ અને અપૂર્વી ટોક્યો ઓલોમ્પિકની ટિકિટ હાંસલ કરનારી પ્રથમ ભારતીય શૂટર બની છે. ચેમ્પિયનશિપમાં 24 વર્ષીય અંજુમને મહિલાઓની 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. તેણે 248.4 અંક બનાવી આ સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સ્પર્ધામાં જોકે, અપૂર્વીએ 207 અંક બનાવીને ચોથું સ્થાન મેળવ્યું હતું, પરંતુ તેમણે ટીમ સ્પર્ધામાં અંજુમ અને મેહુલી ઘોષની સાથે મળીને 1879 અંક બનાવીને સિલ્વર મેડલ જીત્યા હતા. પ્રથમ વખત એવું બન્યું હશે કે ભારતને એક સ્પર્ધામાં બે ઓલોમ્પિક ટિકિટ હાંસલ કરી છે. આ મુદ્દે અપૂર્વીએ કહ્યું હતું કે, ઓલોમ્પિક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું ગર્વની વાત છે.
પુરૂષોની 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં દિપક કુમારે 164.1 અંકની સાથે છઠ્ઠુ સ્થાન મેળવ્યું હતું. મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં મનીષા કીરે કુલ 41 અંક બનાવી સિલ્વર મેડલ જીતી હતી. ઉલ્લેખનીય છે કે, 52મી આઇએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2020માં આયોજીત ઓલોમ્પિક સ્પર્ધા માટે પ્રથમ ક્વોલિફિકેશન સ્પર્ધા હતી. આઇએસએસએફ દ્વારા 15 સ્પર્ધાઓ માટે ઓલોમ્પિક રમતમાં કુલ 60 ટિકિટ આપવામાં આવશે.
(ઇનપુટ આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે