કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સમલૈંગિકતા હવે ગુનો નહી

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક પીઠે બે પુખ્ત વયના વચ્ચે સહમતિ બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતી કલમ 377ને નકારી કાઢી છે.

કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સમલૈંગિકતા હવે ગુનો નહી

નવી દિલ્હી: દેશની ટોચ કોર્ટે આઇપીસીની કલમ 377 (સમલૈંગિકતા)ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક પીઠે બે પુખ્ત વયના વચ્ચે સહમતિ બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતી કલમ 377ને નકારી કાઢી છે. કોર્ટે કલમ 377ને મનમાની ગણાવતાં વ્યક્તિગત પસંદને સન્માન આપવાની વાત કહી છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠે કેસની સુનાવણી કરતાં કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે. દેશમાં રહેનારી વ્યક્તિના જીવનનો અધિકાર માનવીય છે, આ અધિકાર વિના બધુ નકામું છે.

આ વર્ષે જુલાઇમાં થઇ હતી સુનાવણી
આ વર્ષે જુલાઇ મહિનામાં 377 પર સુનાવણી કરતાં કોર્ટે ચૂકાદાને પેંડીગ રાખ્યો હતો. આઇપીસીની કલમ 377ની સંવૈધાનિક માન્યતાને પડકારનાર અરજી પર ફક્ત 4 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. ગત સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કોઇ કાયદો મૌલિક અધિકારોનું હનન કરે છે તો કોર્ટ એ વાતની રાહ નહી જુએ કે સરકાર તેને રદ કરે.

કેંદ્ર સરકારે પોતાનું વલણ ન કર્યું સ્પષ્ટ
જુલાઇમાં આ મામલે થયેલી સુનાવણી દરમિયાન કેંદ્ર સરકારે કહ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચના વિવેક પર આ વાતને છોડે છે કે તે પોતે નક્કી કરે કે કલમ-377 હેઠળ બે પુખ્તવયના વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો ગણવામાં આવે કે નહી. 

સુપ્રીમ કોર્ટે બદલ્યો હતો દિલ્હી હાઇકોર્ટનો ફેંસલો
અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં 2 જુલાઇ 2009ના રોજ બે પુખ્તવયમાં સહમતિથી અપ્રાકૃતિક સંબંધને ગુનો ગણ્યો ન હતો એટલે કે તેને 377 IPCની કલમથી બહાર કરી દેવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના બે જજોની બેંચે 11 ડિસેમ્બર 2013ના રોજ હાઇકોર્ટના ચૂકાદાને બદલતાં તેને અપરાધ જ ગણાવ્યો હતો. પછી સુપ્રીમ કોર્ટે આ મામલે પુનર્વિચાર અરજીને પણ નકારી કાઢતાં અપરાધ ગણ્યો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રજીને પાંચ જજ સાંભળશે અને પછી ચૂકાદો સંભળાવશે. 

શું કહે છે કલમ 377?
ભારતીય દંડ સંહિતાની કલમ 377માં અપ્રાકૃતિક અપરાધનો ઉલ્લેખ છે. આ કલમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જે પણ પ્રકૃતિના નિયમ વિરૂદ્ધ કોઇ પુરૂષ, મહિલા અથવા પશુ સાથે યૌનાચાર કરે છે, તેને ઉંમર કેદ અથવા દસ વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઇ છે. તમને જણાવી દઇએ કે આ ધારા હેઠળ જામીન ન મળવાની જોગવાઇ છે.

2013માં હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પલટ્યો હતો
તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે 2009માં બે વયસ્કો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો હતો. 2013માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કલમ-377 હેઠળ ફરીથી ગુનો માનવામાં આવ્યો હતો. 

2013માં હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પલટ્યો હતો
તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે 2009માં બે વયસ્કો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો હતો. 2013માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કલમ-377 હેઠળ ફરીથી ગુનો માનવામાં આવ્યો હતો. 

સમલૈંગિકતા પર ક્યારે શું થયું, જુઓ ઘટનાક્રમ

- 2001: સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવનાર સંસ્થા નાજ ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ. 

- 2 સપ્ટેમ્બર, 2004: હાઈકોર્ટે અરજી રદ્દ કરી. 

- સપ્ટેમ્બર 2004, અરજી કરનારે રિવ્યૂ પિટિશન દાખલ કરી. 

- 3 નવેમ્બર 2004: હાઈકોર્ટે રિવ્યૂ પિટિશન પણ રદ્દ કરી. 

- ડિસેમ્બર 2004: અરજી કરનારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો. 

- 3 એપ્રિલ, 2006: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટેને આ મામલે બીજીવાર સાંભળવાનું કહ્યું. 

- 18 સપ્ટેમ્બર 2008: કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રાખવા સમયની માંગ કરી. 

- 7 નવેમ્બર, 2008: હાઈકોર્ટે નિર્ણયને સુરક્ષિત રાખ્યો. 

- 2 જુલાઈ, 2009: હાઈકોર્ટે ચુકાદો આપ્યો. 

- હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર અપાયો. 

- 15 ફેબ્રુઆરી 2012: આ મામલે દરરોજ સુનાવણી. 

- માર્ચ 2012: સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો. 

- 11 ડિસેમ્બર 2013: સુપ્રીમ કોર્ટે ગુનો ગણાવ્યો. 

- 2014: સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશન રદ્દ કરી.

- 2014માં આવેલી નરેન્દ્ર મોદી સરકારે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કલમ 377 પર કોઈ નિર્ણય લેશે. 

- 2016માં એસ જૌહર, પત્રકાર સુનીલ મેહરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ બિઝનેસમેન અમન નાથ અને આયશા કપૂરે કલમ 377 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. 

- ઓગસ્ટ, 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિજતાના અધિકાર પર આપેલા નિર્ણયમાં સેક્સ-સંબંધી ઝુકાવને મૌલિક અધિકાર માન્યો અને તે પણ કહ્યું કે, કોઈપણ વ્યક્તિના સેક્સ સંબંધી ઝુકાવ તેના રાઇટ ટૂ પ્રાઇવેસીનો મૂળભૂત અંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news