હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરમાં 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં જ કાપ્યો

અમદાવાદટ્રાફીક પોલીસની મદદથી ગ્રીન કોરીડોરમાં હાર્ટ ટ્રાન્ફર માટે 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં કાપ્યો

હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે ગ્રીન કોરીડોરમાં 12 કિમીનો રસ્તો માત્ર 14 મિનિટમાં જ કાપ્યો

સુબોધ વ્યાસ/અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થતા તેના પરિવારે હાર્ટને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના ગ્રીન કોરીડોરની મદદથી 12 કિલોમીટરના રસ્તા પર માત્ર 14 જ મિનિટમાં સિવિલથી સિમ્સ હોસ્પિટલ સુધી પહોચાડવમાં આવ્યું હતું. અને સિમ્સ હોસ્પિટલમાં અત્યારે હાર્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે હેવી ટ્રાફિક ધરાવતા વિસ્તારમાંથી ઓછા સમયમાં હાર્ટ સિવિલથી સિમ્સ હોસ્પીટલ પહોચાડવાનું કામ ખરેખરે પ્રસંશનિય સાબિત થયું છે. 

Heart-Transfers

મૃતકની કિડની અને આંખોનું પણ કરાયું દાન 
સિવિલમાં દર્દીનું મૃત્યું થતા તેની માતાએ કિડની અને 1 લિવર અસારવાની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલમાં દાન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી બીજા કોઇ વ્યક્તિનો જીવ બચી શકે.  જ્યારે 2 આંખો સિવિલની આંખની હોસ્પિટલમાં દાન કરવામાં આવી હતી, જ્યારે શરીરનું અતી મહત્વનું ગણાતું હૃદય સિમ્સ હોસ્પિટલમાં લીલાધર વ્યાસને દાન કરાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news