શાહિદ આફ્રિદી પર 'ગબ્બર' થયો ગુસ્સે, કહ્યું, વધુ મગજ વધુ ન દોડાવ
કાશ્મીર મામલે પર ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાના નિશાના પર આવી ગયો છે શાહિદ આફ્રિદી.
- ભારતીય સેના પર ઉઠાવ્યા હતા આફ્રિદીએ સવાલ
- ગંભીર અને સચિને ટ્વીટર પર આપ્યો જવાબ
- કપિલ અને વિરાટે પણ આપ્તો તેના અંદાજમાં જવાબ
Trending Photos
નવી દિલ્હીઃ કાશ્મીર મામલે ટ્વીટ કરીને ભારતના લોકોના નિશાન પર આવેલા પાકિસ્તાન ક્રિકેટ ખેલાડી શાહિદ આફ્રિદી સતત આલોચનાનો સામનો કરી રહ્યો છે. આ મામલા પર સૌથી પહેલા ગંભીરે તેને જવાબ આપ્યો હતો. ત્યારબાદ સચિન તેંડુલકર, કપિલ દેવ અને વિરાટ કોહલીએ પણ આફ્રિદીને જવાબ આપ્યો હતો. પરંતુ હવે આ મામલે સૌથી મોટો વાર ભારતીય ઓપનર શિખર ધવને કર્યો છે.
શિખર ધવને ટ્વીટ કરીને આફ્રિદીની કહ્યું પહેલા તમારા દેશની ચિંતા કરો. તે તેની સ્થિતિ સુધારે. અમે અમારા દેશ વિશે સારૂ વિચારી રહ્યાં છીએ. તે આ મામલે વધુ મગજ ન દોડાવે.
Pehle khudke desh ki haalat sudharo. Apni soch apne paas rakho. Apne desh ka joh hum kar rahe hai woh acha hi hai aur aage jo karna hai woh humein ache se pata hai. Zyaada dimaag mat lagao @SAfridiOfficial
— Shikhar Dhawan (@SDhawan25) April 5, 2018
સૌથી વહેલા આફ્રિદીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું, કાશ્મીરમાં હાલત ચિંતાજનક છે. આત્મનિર્ણય અને આઝાદીનો અવાજ દબાવવા માટે નિર્દોષોને મારવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત છે તે તેને રોકવા માટે યૂએન અને અન્ય સંગઠન કોઇ પગલાં ભરતાં નથી.
Appalling and worrisome situation ongoing in the Indian Occupied Kashmir.Innocents being shot down by oppressive regime to clamp voice of self determination & independence. Wonder where is the @UN & other int bodies & why aren't they making efforts to stop this bloodshed?
— Shahid Afridi (@SAfridiOfficial) April 3, 2018
આ પહેલા ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આફ્રિદીને કરારો જવાબ આપ્યો હતો.
Media called me for reaction on @SAfridiOfficial tweet on OUR Kashmir & @UN. What’s there to say? Afridi is only looking for @UN which in his retarded dictionary means “UNDER NINTEEN” his age bracket. Media can relax, @SAfridiOfficial is celebrating a dismissal off a no- ball!!!
— Gautam Gambhir (@GautamGambhir) April 3, 2018
ત્યારબાદ આફ્રિદીના સુર બદલ્યા અને તેણે તિરંગાની સાથે ફોટો શેર કર્યો હતો.
We respect all. And this is an example as sportsman. But when it comes to human rights we expect the same for our innocent Kashmiris. pic.twitter.com/DT5aF1wX8P
— Shahid Afridi (@SAfridiOfficial) April 3, 2018
ત્યારબાદ કોહલીએ આફ્રિદીના નિવેદન પર કહ્યું, એક ભારતીય હોવાને લીધે દેશ માટે જે યોગ્ય છે તે જ કહીએ છીએ. મારી રૂચી હંમેશા દેશના હિતમાં હોય છે. જો કોઈ તેનો વિરોધ કરે તો હું ક્યારેય તેનું સમર્થન કરીશ નહીં.
As an Indian you want to express what is best for your nation & my interests are always for the benefit of our nation. If anything opposes it, I would never support it for sure: Virat Kohli on #ShahidAfridi (1/2) pic.twitter.com/EWUKQwlXec
— ANI (@ANI) April 4, 2018
તેણે કહ્યું, કોઈપણ મુદ્દે બોલવું કોઈનું અંગત મંતવ્ય છે. જ્યાં સુધી મને કોઇ મામલે જાણકારી ન હોય તો હું તેના પર બોલતો નથી. પરંતુ મારા દેશ સાથે ઉભુ રહેવું મારી પહેલી પ્રાથમિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે