ગ્રેચ્યુઇટી માટે હવે પાંચ વર્ષની નહીં જોવી પડે રાહ, ફેરફારની તૈયારીમાં મોદી સરકાર


ૃૃઝી મીડિયાના સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે કર્મચારીઓને તેની ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલા એક મોટા સમાચાર મળી શકે છે. 

 

  ગ્રેચ્યુઇટી માટે હવે પાંચ વર્ષની નહીં જોવી પડે રાહ, ફેરફારની તૈયારીમાં મોદી સરકાર

નવી દિલ્હી (પ્રકાશ પ્રિયદર્શી): કેન્દ્રની મોદી સરકાર નોકરિયાત વર્ગને એક મોટી ખૂશખબર આપવાની તૈયારી કરી રહી છે. ઝી મીડિયાના સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે કર્મચારીઓને તેની ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર મળી શકે છે. જાણવા મળ્યું કે મોદી સરકાર ગ્રેચ્યુઇટીની સમય સીમા ઓછી કરવાની તૈયારીમાં છે. સૂત્રો પ્રમાણે ગ્રેચ્યુઇટી મળવાની સમય સીમા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. લેબર મિનિસ્ટ્રી આ મામલા પર ચર્ચા કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડસ્ટ્રીઝની સાથે ત્રણ વર્ષની સમય સીમા પર સહમતિ બની ગઈ છે. પરંતુ લેબર યૂનિયન ગ્રેચ્યુઇટી મળવાની સમય સીમાને વધુ ઓછી કરવાની માંગ કરી રહ્યું છે. સૂત્રની જાણકારી પ્રમાણે તેને લઈને તમામ પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે અને આ સંબંધમાં જલ્દી કોઈ નિર્ણય આવશે. 

સર્વિસના રેશિયોમાં મળશે ગ્રેચ્યુઇટી
આ સાથે સરકાર ગ્રેચ્યુઇટી માટે કોઈપણ establishment પર કર્મચારીઓની ન્યૂનતમ સંખ્યાની સીમામાં પણ ફેરફાર કરવાનું વિચારી રહી છે. લેબર મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, નિયમિત કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીની સમય સીમા ઓછી થવી હવે થોડા સમયની વાત છે. કારણ કે ટેકનિકલી રીતે તેને ઓછી કરવાની જ હશે. ખાસ કરીને ત્યારે  Fixed term employment ને નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં જોગવાઇ છે કે  Fixed term employment ને પણ નિયમિત કર્મચારીની જેમ તમામ સુવિધાઓ મળશે ભલે તે ગ્રેચ્યુઇટી કેમ ન હોય. મહત્વનું છે કે, ફિક્સ ટર્મ કર્મચારીને 5 વર્ષની સમય મર્યાદા પૂરી ન કરવા છતા ગ્રેચ્યુઇટીનો લાભ મળશે. પરંતુ આ તેની સર્વિસના રેશિયો પ્રમાણે હશે. 

આ નોટિફિકેશનમાં કરવામાં આવી હતી વાત
Fixed term employment પર જારી કરવામાં આવેલા ગેજેટ નોટિફિકેશનના શેડ્યૂલ 1એ ના પેરેગ્રાફ 3 પ્રમાણે Fixed term employment ને સ્થાયી કર્મચારીને મળતી તમામ સુવિધાઓ અને લાભ મળવો જોઈએ. આ સાથે સ્થાયી કર્મચારી માટે ઉપલબ્ધ તમામ કાયદાકિય લાભો દ્વારા આપવામાં આવેલી સેવાની સમયમર્દાયા અનુસાર રેશિયોના રૂપથી પ્રાપ્ત કરવાના હકદાર હશે. ભલે તેની નિમણુંકની સમયમર્યાદા કાયદામાં અપેક્ષિત યોગ્યતાની સમયમર્યાદા પણ વધારવામાં આવતી નથી. તેનો અર્થ છે કે કર્મચારી જેટલા સમય કામ કરશે તે મુજબ તેને ગ્રેચ્યુઇટીની રકમ આપવામાં આવશે. 

ગ્રેચ્યુઇટી શું છે
ગ્રેચ્યુઇટી તમારા પગાર, જે તમારા પગારનો ભાગ છે, જે કંપની કે તમારા એમ્પ્લોયરો, એટલે કે એમ્પલોયર તમારી વર્ષોની સેવાના બદલામાં આવે છે. ગ્રેચ્યુઇટી તે લાભકારી યોજના છે, જે નિવૃતીના લાભનો ભાગ છે, અને નોકરી છોડવા કે પૂરી કરવા પર કર્મચારીને એમ્પલોયર દ્વારા આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news