સલમાન અને આસારામને એક જ બેરેકમાં રખાય તેવી શક્યતા: બંનેની બિમારી સરખી

આસારામને ફેસિયલ ડિસઓર્ડરનો પ્રાથમિક તબક્કો છે જ્યારે સલમાનને આ બિમારી ગંભીર રૂપ ધારણ કરી ચુકી છે

સલમાન અને આસારામને એક જ બેરેકમાં રખાય તેવી શક્યતા: બંનેની બિમારી સરખી

જોધપુર : 20 વર્ષ જુના કાળીયારના શિકાર મુદ્દે સલમાનને જોધપુર જેલમાં મોકલી ચુકાયો છે. જો કે હવે તેને જોધપુર જેલમાં આશારામ સાથે રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે બંનેને સાથે રાખવાનું કારણ છે બંન્નેની સેઇમ બિમારી. થોડા વર્ષો પહેલા સલમાન પોતાની વિચિત્ર બિમારીનાં કારણે ચર્ચામાં હતો. આ બીમારીથી પીડિત વ્યક્તિ આત્મહત્યા પણ કરી શકે છે. બીમારીને ટ્રિગેમિનલ ન્યૂરાલ્જિયા (Trigeminal Neuralgia)કહે છે. ખાસ વાત એ છે કે સલમાન અને આશારામ બંન્નેને આ બિમારી છે. સામાન્ય બોલચાલની ભાષામાં કહીએ તો આ ચહેરાની એક ખાસ બિમારી છે. જેમાં ચહેરા પર સતત હળવા દુખાવા અને વાઇબ્રેશનનાં કારણે દર્દી હંમેશા દર્દમાં રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બિમારી અંગે સલમાને કહ્યું હતું કે, હા મને ફેસિયલ ડિસઓર્ડર છે પરંતુ તેનાં કારણે મને પ્રેરણા મળે છે કે હું સતત અને સખત મહેનત કરું.હું સંપુર્ણ રીતે એક્ટિંગ પર ફોકસ કરૂં. મને અહેસાસ થયો કે તમે કેટલા પણ દર્દમાં હો પરંતુ તમે બહાનું ન બનાવી શકો કે તમને દર્દ છે, લિંગામેન્ટમાં સમસ્યા હોય કે ઘૂંટણમાં કંઇક થઇ ગયું હોય.

બીજી તરફ આસારામે યૌન ઉત્પીડનનાં કેસમાં જામીન મેળવવા માટે આ બિમારીનો ઉલ્લેખ કર્યો હતો. જોધપુર રેપ કેસમાં જેલમાં બંધ આસારામ આ બીમારીનાં તપાસ માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ તેમને તેનાં માટે એમ્સમાં લાવવામાં આવ્યા હતા. જો કે થોડા દિવસો પહેલા જ એમ્સનાં ડોક્ટરની પેનલે જણાવ્યું કે, આસારામની આ બિમારીની સારવાર દવા દ્વારા થઇ શકે છે અને તેમને સર્જરીની જરૂર નથી. 
તમને જણાવી દઇએ કે જેલમાં સલમાનને સેન્ટ્રલ જેલની બેરક નંબર બેમાં રાખવામાં આવી શકે છે. આ બેરેકમાં વિદ્યાર્થીઓનાં યૌન ઉત્પીડન કરવાનાં આરોપમાં બંધ આસારામને પણ રાખવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news