હરમનપ્રીત કૌરને ઇજા, T-20માં સ્મૃતિ મંધાના કરશે ભારતની આગેવાની

સ્મૃતિ મંધાના ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને યોજાનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની આગેવાની કરશે. 

હરમનપ્રીત કૌરને ઇજા, T-20માં સ્મૃતિ મંધાના કરશે ભારતની આગેવાની

નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને યોજાનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની આગેવાની કરશે. નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર બહાર હોવાને કારણે મંધાનાને તક મળી છે. બીસીસીઆઈના નિવેદન અનુસાર હરમનપ્રીત હજુ ઈજાગ્રસ્ત છે. ઈજાને કારણે તે વનડે સિરીઝમાંથી પણ બહાર હતી. 

અખિલ ભારતીય મહિલા પસંદગીસમિતિએ 22 વર્ષની મંધાનાની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ જાહેર તરી, જેમાં વનડે કેપ્ટન મિતાલી રાજ પણ સામેલ છે. મંધાના વર્ષની આઈસીસી ક્રિકેટર છે. મધ્યમક્રમની બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ અને પ્રિયા પૂનિયાની ટીમમાં વાપસી થઈ છે. આક્રમક બેટ્સમેન ફુલમાલી અને ડાબોડી ફાસ્ટ બોલર કોમલ જાંજાદ ટીમમાં સામેલ નવો ચહેરો છે. 

ટી20 સિરીઝનો પ્રથમ મેચ ચાર માર્ચ, બીજો સાત માર્ચ અને ત્રીજી મેચ 9 માર્ચે રમાશે. આ તમામ મેચ ગુવાહાટીમાં યોજાશે. 

— ICC (@ICC) February 25, 2019

ભારતીય મહિલા ટી-20 ટીમ- 
સ્મૃતિ મંધાના (કેપ્ટન), મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), ભારતીય ફુલમાલી, અનુજા પાટિલ, શિખા પાંડે, કોમલ જાંજાદ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ, હરલીન દેઓલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news