ભારતમાં રમાનાર T20 World Cup થી બહાર થઈ શકે છે આફ્રિકાની ટીમ, સામે આવ્યું મોટુ કારણ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમો (South Africa Cricket Team) ના ત્રણેય કેપ્ટન ડીન એલ્ગર, તેમ્બા બાવુમા અને ડેન વેન નીકર્કે સંયુક્ત નિવેદન જારી કરી ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં (સીએસએ) માં ચાલી રહેલા સંકટને જોતા આઈસીસીથી સંભવિત સસ્પેન્સનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. 

Updated By: Apr 20, 2021, 10:15 PM IST
ભારતમાં રમાનાર T20 World Cup થી બહાર થઈ શકે છે આફ્રિકાની ટીમ, સામે આવ્યું મોટુ કારણ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા  (South Africa) ક્રિકેટ ટીમોના બધા કેપ્ટનો પર ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) માં ચાલી રહેલા સંકટને જોતા પ્રતિબંધ લાગવાનો ખતરો મંડરાયો છે. એટલું જ નહીં આ કેપ્ટનોનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા આ વર્ષે ટી20 વિશ્વકપમાંથી બહાર પણ થઈ શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મંગળવારે કહ્યુ કે, તે દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ બોર્ડના સંચાલન સાથે જોડાયેલા મામલામાં ત્યાં સુધી દખલ નહીં આપે જ્યાં સુધી બોર્ડ તેના માટે કહેશે નહીં. 

આઈસીસી પાસે મળી રાહતઓ
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમો (South Africa Cricket Team) ના ત્રણેય કેપ્ટન ડીન એલ્ગર, તેમ્બા બાવુમા અને ડેન વેન નીકર્કે સંયુક્ત નિવેદન જારી કરી ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં (સીએસએ) માં ચાલી રહેલા સંકટને જોતા આઈસીસીથી સંભવિત સસ્પેન્સનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આઈસીસીના નિવેદન બાદ પરંતુ તેને જરૂર રાહત મળશે. 

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, આઈસીસી સભ્યોના મુદ્દાને હલ કરવા માટે સરકારોની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બધા સરકારી હસ્તક્ષેપ ખોટા હોતા નથી. આવા મુદ્દામાં આઈસીસીના સામેલ થનારા સભ્યોથી ઔપચારિક ફરિયાદની જરૂરીયાત હોય છે. 

આ પણ વાંચોઃ Ravindra Jadeja પર તૂટ્યો દુખનો પહાડ, આ નજીક સાથીનું થયુ નિધન

એક સૂત્રએ કહ્યું, આઈસીસી ઉતાવળ કરવામાં નથી અને ઈચ્છે છે કે તે પોતાના મુદ્દા ખુદ ઉકેલે. તેમણે કહ્યું, અમે તે નથી કહેતા કે આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ ખોટો છે. અમે પ્રક્રિયાઓનું તે રીતે પાલન કરીએ છીએ. જ્યારે સરકાર કેટલીક શરતોની સાથે ધન આપે છે તો તેને પણ સરકારી હસ્તક્ષેપ કહેવામાં આવે છે. 

ટી20 વિશ્વકપથી બહાર રહી શકે છે દક્ષિણ આફ્રિકા
આ પહેલા ખેલાડીઓએ કહ્યું હતું કે, વર્તમાન ગતિરોધ દૂર ન થાય તો બની શકે કે દક્ષિણ આફ્રિકા (South Africa) આઈસીસી ટી20 વિશ્વકપ (ICC t20 World Cup) માં ભાગ ન લઈ શકે, જેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાનું છે. તેણે કહ્યું, આવા સમયમાં જ્યારે અમારે ભવિષ્યને લઈને ઉત્સાહિત થવાનું હતું, હવે અમે ભવિષ્યને લઈને ચિંતિત છીએ. 

કેપ્ટનોએ નિવેદનમાં કહ્યું, દક્ષિણ આફ્રિકાની પુરૂષ ટીમે નવેમ્બરમાં આઈસીસી વિશ્વકપ રમવાનો છે. ક્રિકેટ પ્રશાસનની વર્તમાન સ્થિતિ તેનાથી જોડાયેલી અમારી તૈયારીઓ પ્રભાવિત કરી રહી છે. જો આઈસીસી આફ્રિકાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે તો અમારે ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube